Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ચોમાસા પૂર્વે વોંકળા સફાઇ -કન્ટ્રોલ રૂમ વોટર-વેનાં દબાણો દૂર કરવાની કામગીરી થશે

અધિકારીઓ સાથે પ્રિ-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજતાં મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા. ૭:  મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની વિવિધ કામગીરી અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મિટિંગ યોજી ગહન પરામર્શ નાયબ કમિશ્નર સહિતના અધિકારી સાથે કરવામાં આવ્યો હતો.

આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા અંગે આજ રોજ તા. ૦૭-૦૫-૨૦૨૧ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને વિવિધ શાખાના સંબધિત અધિકારીશ્રીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. સંબધિત અધિકારીશ્રીમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનરશ્રીઓ શ્રી બી.જી,પ્રજાપતિ, શ્રી એ.આર.સિંધ અને શ્રી સી.કે.નંદાણી, ટાઉન પ્લાનરશ્રી-ઇ.ચા.,આસિ. ટાઉન પ્લાનરશ્રી (તમામ ઝોન), પર્યાવરણ ઇજનેરશ્રી, નાયબ પર્યાવરણ ઇજનેર (તમામ ઝોન), ઝોનલ સિટી એન્જી., વોર્ડ એન્જી., વોર્ડ ઓફીસર, ઝોનલ સિટી એન્જી., વોર્ડ એન્જી.શ્રી, વોર્ડ ઓફીસર, આસિ. કમિશનરશ્રી અને આસિ. મેનેજર(એસ્ટેટ તથા દબાણ હટાવ), ઝોનલ સિટી એન્જી.શ્રી, ટાઉન પ્લાનર-ઇ.ચા., આસિ. ટાઉન પ્લાનરશ્રી (તમામ ઝોન), ડાયરેકટર(પાર્કસ એન્ડ ગાર્ડન), એડી.સિટી એન્જી.(ઇલે./મિકે.)-ઇ.ચા., ડી.ઇ.ઇ.(વર્કશોપ), ઝોનલ સિટી એન્જી.શ્રી, વોર્ડ એન્જી., વોર્ડ ઓફીસરશ્રી, ચીફ ફાયર ઓફીસર-ઇ.ચા., ડી.ઇ.ઇ.(વર્કશોપ), ચીફ ફાયર ઓફીસર-ઇ.ચા., ડી.ઇ.ઇ.(વર્કશોપ), ચીફ ફાયર ઓફીસર-ઇ.ચા., ચીફ ફાયર ઓફીસર-ઇ.ચા., ઝોનલ સિટી એન્જી.શ્રી, ચીફ ફાયર ઓફીસર-ઇ.ચા., વોર્ડ એન્જી. અને વોર્ડ ઓફીસર, સંબંધિત સહાયક કમિશનર, સુરક્ષા અધિકારી, ચીફ ફાયર ઓફીસર-ઇ.ચા., શાસનાધિકારી, સંબંધિત સહાયક કમિશનર, મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ-ઇ.ચા., પર્યાવરણ ઇજનેર-ઇ.ચા., ઝોનલ સિટી એન્જી., સંબંધિત સહાયક કમિશનર, ચીફ ફાયર ઓફીસર-ઇ.ચા., ડી.ઇ.ઇ.(સેન્ટ્રલ વર્કશોપ) વિગેરે ઉપસ્થિત રહયા હતા.મ્યુનિ. કમિશનરશ્રીએ મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારીશ્રી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્યાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી આગળ ધપાવવા તૈયારી શરુ કરવા જે તે શાખાના અધિકારીશ્રીને સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનરશ્રીએ પ્રિ-મોન્સુન માટે કરવાની થતી કામગીરી જેવી કે, પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરી GSDMA અને રિલીફ કમિશનરને મોકલવા તથા પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, વોંકળામાંથી દબાણ દુર કરાવવું, બાઉન્ડ્રી ડીમાર્કેશન કરાવવું, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, ખાનગી જોખમી હોર્ડીંગ અંગેની કામગીરી, વોંકળા સફાઇ, ડ્રેનેજ ફરિયાદનો તાત્કાલિક નિકાલ અંગે સુચના આપેલ.પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજન, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, રસ્તા ઉપરના દબાણો, જોખમી હોર્ડીંગની માહિતી, ભયગ્રસ્ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, ભયગ્રસ્ત તેમજ તુટી પડે તેવા પોલ, ઇલેકટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ, વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્યવસ્થા, રસ્તા પરના ખાડા, ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહી, GSDMA દ્વારા ERC માટે ફાળવેલ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ હસ્તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વિગત, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું વિગેરેની ચર્ચા કરેલ.આ ઉપરાંત શહેર આસપાસના વિસ્તારો, ગામોમાં રહેતા તરવૈયાઓની નામ, સરનામા, ફોન નંબર સાથેની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવા તથા તેના તાત્કાલિક નિકાલના આયોજનની વિગતો, વર્ષ-૨૦૨૦માં જુદા-જુદા વિસ્તારો - માર્ગો વિગેરે ઉપર પાણી ભરાવાની મળેલ ફરિયાદોની માહિતી પરથી આયોજન, પુર, વાવાઝોડું વિગેરે કુદરતી આપત્ત્િ। સમયે ચેતવણી વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી, વાહન વ્યવસ્થા, બોટ વ્યવસ્થા, સ્થળાંતરની કામગીરી, સુરક્ષિત આશ્રયસ્થાનની વ્યવસ્થા વિગેરે કામગીરી, આશ્રયસ્થાનોમાં ફુડ પેકેટ, પીવાનું પાણી, જીવન રક્ષક દવાઓ, રસીઓ, કલોરીન ટેબલેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્યવસ્થાનું આયોજન અને કોલ સેન્ટર ઉપરાંત ફરીયાદો માટે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવી, કન્ટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્યવસ્થા અંગે ગહન ચર્ચા કરી આયોજન ઘડી કાઢવામાં આવેલ.

(4:08 pm IST)