Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મનપા દ્વારા ભરઉનાળે પાણી કાપ : રવિવારે એક વોર્ડ - સોમવારે પાંચ વોર્ડ તરસ્‍યા રહેશે

તા. ૮ના રોજ વોર્ડ નં. ૧૩ (પાર્ટ)માં અને તા. ૯ના રોજ વોર્ડ નં. ૧૧ (પાર્ટ), ૧૨ (પાર્ટ), ૭ (પાર્ટ), ૧૪ (પાર્ટ) અને ૧૭ (પાર્ટ)માં નળ નહીં આવે

રાજકોટ તા. ૬ : મનપા તંત્ર દ્વારા આકરા તાપમાં બીજીવાર લોકોને પાણી વિતરણ રવિ-સોમ નહીં કરવામાં આવે. શહેરના ૬ વોર્ડમાં કુલ વસ્‍તીના ૩૦ ટકા આસપાસ લોકો રહે છે, ત્‍યારે મનપા દ્વારા રવિવારે એક વોર્ડમાં અને સોમવારે પાંચ વોર્ડમાં પાણી નહીં પહોંચાડવામાં આવે.  હજારો લોકોમાં પાણી પ્રશ્ને ભારે દેકારો બોલી જશે.
મનપાની વોટર વર્કસ શાખાની સત્તાવાર યાદી મુજબ ભાદર ડેમની નજીક નવાગામ લિલાખા ગામની વચ્‍ચે ૯૦૦ એમ. એમ ની મેઇન લાઇન લિકેજની કામગીરી સબબ તા.૮ રવિવારના રોજ ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્‍તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. ૧૩ (પાર્ટ), અને તા. ૯ સોમવારના રોજ વાવડી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્‍તારોમાં વોર્ડ નં. ૧૧ (પાર્ટ), ૧૨ (પાર્ટ) તથા ઢેબર રોડના (વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ), માં પાણી વિતરણ બંધ રહેશે.   
ગુરૂકુળ ગોંડલ રોડ હેડવર્કસ હેઠળના વિસ્‍તારો
વોર્ડ નં. ૧૩ : નવલનગર, કૃષ્‍ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્‍લોટ, સ્‍વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્‍લોટમાં પાણી વિતરણ બંધ રહેશે.
ગુરૂકુળ ઢેબર રોડ હેડવર્કસ હેઠળના વિસ્‍તારો
વોર્ડ નં. ૭ : ભક્‍તિનગર પ્‍લોટ, વિજય પ્‍લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે.
વોર્ડ નં. ૧૪ : વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્‍તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્‍ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્‍લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.
વોર્ડ નં. ૧૭ : નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્‍દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્‍યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.
વાવડી હેડવર્કસ હેઠળના વિસ્‍તારો
વોર્ડ નં. ૧૧ : અંબિકાટાઉનશીપ-પાર્ટ
વોર્ડ નં. ૧૨ : વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્‍ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા.માં પાણી વિતરણ બંધ રહેશે

 

(3:03 pm IST)