Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચમાં ૪ સબ ઇન્‍સ્‍પેકટર અને ૧૬ પોલીસમેનોની નિમણુંક

દારૂના વિવાદનો વંટોળ સમી ગયા બાદ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા મહત્‍વની બ્રાંચને ફરી કાર્યક્ષમ બનાવવા પગલા ᅠ

રાજકોટ, તા., ૬: સાયલા પાસેથી દારૂનુ કન્‍ટેનર રાજકોટની હદમાં ઉઠાવી લાવવાના મામલે સ્‍પેશ્‍યલ મોનીટરીંગ સેલ દ્વારા ૪ પોલીસમેનો સામે અપહરણનો ગુન્‍હો નોંધી કરવામાં આવેલી કાર્યવાહીથી ફરી વિવાદમાં આવેલી ક્રાઇમ બ્રાન્‍ચને નવા કલેવર આપી કાર્યક્ષમ બનાવવા ઇન્‍ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા ફેરફારો કરવામાં આવ્‍યા છે. આજે ક્રાઇમ બ્રાન્‍ચમાં પ્ર.નગરના પીએસઆઇ કે.ડી.પટેલ, બી.વી.બોરીસાગર, તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એન.ડી.ડામોર અને ભકિતનગર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ આર.જે.કામલીયાની નિમણુંક નો હુકમ કરવામાં આવ્‍યો છે. સાથોસાથ ૧૬ જેટલા પોલીસમેનોની બદલી કરી તેમના સ્‍થાને ૧૬ નવા પોલીસમેનોનો સમાવેશ કરવામાં આવી રહયો છે.

આ લખાય છે ત્‍યારે પોલીસમેનોની અસરપરસ બદલી માટે કાર્યવાહી ચાલી રહી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચમાં હાલમાં પીએસઆઇ હુણ અને પીએસઆઇ એ.બી.વોરા કાર્યરત છે. પીએસઆઇ વરૂ એડહોક છે. તેમનો કાર્યકાળ પુરો થતા તેમની બદલી કરવામાં આવી રહયાનું જાણવા મળે છે.નવા ૪ સબ ઇન્‍સ્‍પેકટર ઉમેરાતા હવે પીઆઇ જે.વી.ધોળાના નેજા તળે ૬ સબ ઇન્‍સ્‍પેકટરો કાર્યરત રહશે

(4:00 pm IST)