Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગોંડલ રોડ ચોકડીનો ટ્રાફીક પ્રશ્ન હલ કરવા કલેકટરનું જાહેરનામુઃ ગાત્રાડ પાનથી સેલીબ્રેશન પાર્ટી પ્‍લોટ વન-વે જાહેર

ગોંડલથી રાજકોટ આવતા વાહનોએ કોરાટ ચોકથી જામનગર રોડ, તરફ જવાનો રૂટનો ઉપયોગ કરવો પડશે

રાજકોટ તા. ૭ : નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્‍ડીયા રોડ ટ્રાન્‍સપોર્ટ, રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રીજ બનાવવાનું કામ ચાલુ હોય જેથી પોલીસ કમિશ્નર રાજકોટ દ્વારા અલગ -અલગ રોડ-રસ્‍તાઓનું ટ્રાફીક નિયમન જાળવવા સારૂ રાજકોટ શહેરના ઘણા રસ્‍તાઓ વન-વે કરવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોવાનું જણાવેલ છે.
નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્‍ડીયા રોડ ટ્રાન્‍સપોર્ટ રાજકોટ કચેરીઓના જણાવ્‍યા મુજબ શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશનની હદ વિસ્‍તારમાંથી નેશનલ હાઇવે ઉપર આવેલ ગાત્રાડ પાન એન્‍ડ ટી સ્‍ટોલની જમણી બાજુથી પસાર થતો અને સેલીબ્રેશન પાર્ટી પ્‍લોટ તરફ જતા રસ્‍તા આવેલ રેલ્‍વે ફાટક નં. ૧૬-સી સાંકડી હોવાના કારણે આ ફાટક વચ્‍ચે વાહનો સામ-સામે આવી જવાના કારણે ટ્રાફીક સમસ્‍યા સર્જન થતુ હોવાનું પોલીસ અધિક્ષક રાજકોટે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્‍ડીયાના કર્મચારી, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર જિલ્લા ટ્રાફીક રાજકોટ રૂરલ તથા પોલીસ સબ ઇન્‍સ. શાપર વેરાવળ તથા ગોંડલ ચોકડી ઓવરબ્રીજ બનાવનાર કોન્‍ટ્રાકટરના પ્રતિનિધી સાથે સંકલન કરી અને સ્‍થળ તપાસ કરાવી ઉકત રસ્‍તો એક માર્ગીય કરવામાં આવે તો રેલ્‍વે ફાટક નં. ૧૬-સી પરથી પસાર થતા તમામ વાહનો સરળતાથી પસાર થઇ શકે અને ટ્રાફીકની સમસ્‍યા ન સર્જાય તે માટે ગાત્રાડ પાન એન્‍ડ ટી સ્‍ટોલથી સેલીબ્રેશન પાર્ટી પ્‍લોટ તરફ વાહન નહી ચલાવવા માટે વન-વે કરવાનું તેમજ ગોંડલ તરફથી રાજકોટ તરફ આવતા વાહનો કોરાટ ચોકથી જામનગર રોડ તરફ જવાનો વૈકલ્‍પીક રૂટનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્‍ત કરેલ છે. આથી કલેકટરશ્રીએ ગુજરાત પોલીસ અધિનીયમ-૧૯પ૧ ની કલમ -૩૩ (૧) બી અન્‍વયે મળેલ સતાની રૂએ શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશનની હદ વિસ્‍તારમાંથી નેશનલ હાઇવે ઉપર આવેલ ગાત્રાડ પાન એન્‍ડ ટી સ્‍ટોલથી સેલીબ્રેશન પાર્ટી પ્‍લોટ તરફ વાહન નહીં ચલાવવા માટે વન-વે જાહેર કરવામાં આવે છે. ગોંડલ તરફથી રાજકોટ તરફ આવતા વાહનોએ કોરાટ ચોકથી જામનગર રોડ તરફ જવાનો વૈકલ્‍પીક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.

 

(10:23 am IST)