Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજકોટમાં ૪ દિવસમાં વીજ તંત્રે સવા કરોડની વીજચોરી ઝડપી લીધા બાદ સતત પાંચમાં દિવસે પણ ચેકીંગનો દોર

વાવડી-ખોખડદળ-રૈયા રોડ-માધાપર સબ ડીવીઝનના વિસ્‍તારોમાં ૩૯ ટીમોની સવારથી ધોંસ

રાજકોટ તા. ૭ :.. પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીએ આખા રાજકોટમાં સોંપો પાડી દિધો છે, સતત ૪ દિવસમાં પ૦૦થી વધુ વીજ કનેકશનમાં ગેરરીતિ ઝડપી લઇ સવા કરોડની વીજ ચોરી ઝડપી પાડી છે, આજે ત્રણ રાજકોટ સીટી ડીવીઝન-૩ માં ૪ સબ ડીવીઝનમાં દરોડા પાડયા છે.
આજે આવરી લેવામાં આવેલ સબ ડીવીઝનમાં વાવડી, ખોખડદળ, રૈયા રોડ, માધાપરનો સમાવેશ થાય છે, કુલ ૩૯ ટીમોએ સવારથી સુમંગલ સોસાયટી, શિવ પાર્ક, કૈલાશ પાર્ક, મહમદી બાગ, શકિતનગર, રામનગર, રસુલપરા, રૈયા ગામ, ખોડીયારનગર, સ્‍લમ કવાર્ટર, બંસીધર પાર્ક, લાલપરી મફતીયા, શકિત સોસાયટી, રોયલ રેસી. રાધા મીરા, ગોપાલ રેસી. વગેરે ક્ષેત્રમાં ધોંસ બોલાવી છે.
આ ઉપરાંત ભુજ સર્કલમાં કુકમા અને ભૂજ સિટી-૧ માં તો બોટાદ સર્કલમાં ગઢડા ડીવીઝનના ગઢડા રૂરલ-૧ અને ઢસા ક્ષેત્રમાં કુલ ૪૮ ટીમો દ્વારા તપાસણી થઇ રહી છે.

 

(10:46 am IST)