Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મુમુક્ષુ નિસર્ગકુમાર બન્‍યા પૂ. મુનિરાજ યોગહર્ષવિજયજી મ.સા.

શાસન પ્રભાવક પ.પૂ.આ.દેવ શ્રીમદ્‌ વિજય હર્ષશીલ સુરીશ્વરજી મ.સા.આ.ઠા.ની નિશ્રામાં દીક્ષા મહોત્‍સવ ઉજવાયો

રાજકોટમાં મુમુક્ષુ નિસર્ગકુમારનો પ્રવજ્‍યા મહોત્‍સવ શાસન પ્રભાવક પ.પૂ.આ.દેવ શ્રીમદ વિજય હર્ષશીલ સુરીશ્વરજી મહારાજાની  પાવન નિશ્રામાં સ્‍થાનકવાસી જૈન બોર્ડીંગ ખાતે ઉજવાયો હતો. તસ્‍વીરમાં ગુરૂભગવંત તથા પૂ.મુનિરાજ અને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત શ્રાવક -શ્રાવીકાઓ તસવીરોમાં દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૭ : સૌરાષ્ટ્રની પાટનગર સમા રંગીલા રાજકોટમાં શ્રી વર્ધમાનનગર જૈન દેરાસરની સ્‍થાપ્‍ના વિ.સં. ૨૦૩૫ નાં મહા સુદ ૬ નાં રોજ મૂળ નાયકશ્રી સંભવનાથ દાદાનાં સાનિધ્‍યમાં, રાજકોટનાં હાર્દસમા પેલેસ રોડ પર કરવામાં આવી. આ ધર્મ ધરા પર આજ થી બરાબર ૪૨ વર્ષ પહેલાં વિ.સ. ૨૦૩૬માં, પૂજય નયદર્શન વિજયજી મ.સા.ની દીક્ષા થયેલ. તેઓ પરમ પૂજય આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મ.સા. નાં શિષ્‍ય બનેલ. 

વર્ધમાનનગરની આ ધન્‍ય ધરા પર ફરીથી એક વાર ઈતિહાસ નું પુનરાવર્તન થયું છે. ૪૨ વર્ષ ના લાંબા સમય બાદ ફરીથી ૧૮ વર્ષનો એક નવ યુવાન નિસર્ગ હિતેનભાઈ શાહે આજે દીક્ષા અંગીકાર કરી છે. મુમુક્ષ નિસર્ગકુમારનું મુનિરાજ યોગ હર્ષ વિજયજી મ.સા.નામકરણ જાહેર કરતા ભાવિકોમાં હર્ષોલ્લાસ છવાય ગયો હતો.

આ પ્રસંગે તા. ૨૯-૪ થી તા.૭ સુધી નવાન્‍હિક મહોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે દરરોજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું ખૂબ જ સુંદર મજાનું આયોજન શ્રી વર્ધમાનનગર જૈન દેરાસર  ખાતે કરવામાં આવ્‍યા હતા. જે અંતર્ગત ‘શ્વેત રંગ - કેશરભીનો ઉમંગ' વષા રંગવાનો કાર્યક્રમ ખૂબ જ ઉલ્લાસપૂર્વક સંપન્ન કરવામાં. આવ્‍યો ત્‍યાર બાદ પ્રસંગોચીત  વચન આચાર્યદેવ શ્રી મદ વિજય હર્ષશીલ સૂરી. મ.સા. દ્વારા આપવામાં આવ્‍યું. ત્‍યારબાદ સવારે ૯.૧૫ કલાકે શ્રી વર્ધમાનનગર જૈન ઉપાશ્રય ખાતે લીલાવંતીબેન ભોગીલાલ પ્રેમચંદ શાહના જીવનમાં અનેક સુકૃત્‍યોની અનુમોદનાર્થે હ. આશાબેન મુકેશભાઈ શાહ  ‘તુ વિતરાગી - હું તારો રાગી ...' નૂતન શ્રી વિતરાગ સ્‍તવ પૂજા ભણાવવામાં આવી જેમાં આ પ્રસંગે ખાસ અમદાવાદ થી પધારેલ જાણીતા સંગીતકાર સની શાહ દ્વારા સંગીત આપવામાં આવ્‍યું. ‘ઝગમગ એના રૂપને જોઈ, આઅ દુનિયા શરમાતીજી' પરમાત્‍માની ભાવ્‍યાતીભવ્‍ય અંગરચના સહ સંગીતના સથવારે મહાપૂજા (સંગીત પરમહિત ભક્‍તિ મંડળ) ભણાવવામાં આવી હતી. ઉપરાંત મહેંદી રસમ, સાંજી સહીતના કાર્યક્રમો યોજાયા હતા. ગઇ કાલે ભવ્‍ય વરસીદાનનો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર નિકળ્‍યો હતો. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા.

ઉપરોકત સમગ્ર તમામ ધાર્મિક કાર્યો નૈસર્ગીક નિવેદપથ નિર્વાહક, શાસન પ્રભાવક પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય હર્ષશીલ સૂરીશ્વરજી મહારાજા, પૂ. ગણીવર્ય શ્રી હેમતિલક વિજયજી મ.સા. તથા પર્યાય સ્‍થવીર પૂજય કુમુદચંદ્ર વિજયજી મ.સા. તથા પૂ. તપાગચ્‍છાધિપતિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાય વર્તી વાત્‍સલ્‍ય નિધી પૂ. સાધ્‍વીજીશ્રી નિર્મમાશ્રીજી મ.સા. ના શિષ્‍યા વિદૂષી પૂ. સા. શ્રી ઈન્‍દુરેખાશ્રીજી મ.સા.ના શિષ્‍યા પૂ. સા. શ્રી નિરાગરેખાશ્રીજી મ.સા. , પૂ.સા. શ્રી દિવ્‍યગીરાશ્રીજી મ.સા. , પૂ. સા. શ્રી મોક્ષનંદિતાશ્રીજી મ.સા. આદી ગુરુભગવંતોની નિશ્રામાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયા હતા.

આજે નિર્વેદપથ સ્‍વીકાર વિજય રામચંદ્ર સૂરી નિર્વેદપથ ઉદ્યાન, ત્રિભૂવન ભૂવન, સ્‍થાનકવાસી બોર્ડિંગ, માલવીયા પેટ્રોલ પંપ સામે, ડો. યાજ્ઞીક રોડ, ખાતે યોજાઇ હતી. જ્‍યારે  સાધર્મિક ભકિત શેઠ ઝાંઝણશા ભોજન ખંડ, મોઢ વણીક વિદ્યાર્થી ભવન, સ્‍થાનકવાસી બોર્ડિંગની સામે, રજપૂત પરા ખાતે રાખવામાં આવેલ.

(3:21 pm IST)