Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

લલીત એમ. કાલાવડીયાની નવી ઓફિસનો કાલથી શુભારંભ

રાજકોટના નામાંકિત પ્રેકટીશનર એડવોકેટ

 

રાજકોટ તા. ૭: રેવન્‍યુ પ્રેકટીશનર એડવોકેટ લલીત એમ. કાલાવડીયા, રાજકોટમાં તેમની નવી ઓફિસનો મંગલ પ્રારંભ કરવા જઇ રહ્યા છે.

એડવોકેટ લલીત એમ. કાલાવડીયા છેલ્લા (રર) બાવીસ વર્ષથી રેવન્‍યુ પ્રેકટીસ કરી રહ્યા છે. તેમજ બહોળું મિત્ર વર્તુળ તેમજ બહોળા બિલ્‍ડર વર્ગ સાથે સંકળાયેલ તેમજ ચોક્કસાઇ પુર્વક કામ કરવાની નિપુણતાને લઇને ખુબ જ ટુંકા સમયમાં બહોળો કલાયન્‍ટ્‍સ વર્ગ ઉભો કર્યો છે. રેવન્‍યુ ક્ષેત્રે ભારે સફળતા મેળવી   અસીલોને   પુરતો સંતોષ અપાવ્‍યો છે.

આવતીકાલે તા. ૦૮ મે ર૦રર નાં રોજ તેમના નવા સોપાન ૬૦૬, ‘‘અનંત ધ વર્ક સ્‍પેશ'', એચ.ડી.એફ.સી. બેંક સામે, કાલાવડ રોડ, કે.કે.વી. હોલ અને કોટેચા  ચોકની  વચ્‍ચે  રાજકોટ ખાતે સવારે ૯-૩૦ થી ૧ કલાકે યોજાનાર ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે સગા-સબંધી, સ્‍નેહીજનો, રાજકીય અગ્રણીઓ, રેવન્‍યુ કર્મચારી, અધીકારીઓ, બ્રોકરો, બિલ્‍ડરો તેમજ એડવોકેટ મિત્રોને શુભેચ્‍છા પાઠવવા ઉપસ્‍થિત રહેવા હાર્દિક નિમણુંક પાઠવ્‍યું છે. એડવોકેટ લલીત એમ. કાલાવડીયા-૯૮રપ૭ પપ૬ર૯, તથા અન્‍ય સ્‍ટાફ એડવોકેટો અલ્‍પેશ વી. કનેરીયા-૯૯૯૮૪ ૭૧૭૦૪, મીત કાલાવડીયા-૮૮૬૬૭ ૯૦ર૮૬, હાર્દીક જાવીયા-૮૪૦૧ર૭ર૦ર૧, હાર્દીક સખીયા-૯૯૭૯પ ૪૭૧૮૩, ભાવીક કોરડીયા-૮૧૬૦ર પ૩૮૯૩, રમેશ રૂપારેલીયા, નિશાંત મોરબીયા તથા જયદીપ ગોહીલને નવા સાહસના મંગલ પ્રારંભ પ્રસંગે શુભેચ્‍છકો શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યા છે.

(11:54 am IST)