Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

માહીને ‘જમનાલાલ બજાજ ઉચિત વ્‍યવહાર' એવોર્ડ

 

રાજકોટઃ ગ્રાહકો અને સ્‍ટેકહોલ્‍ડર્સને પૂર્ણ સંતોષ આપવા નૈતિક પ્રથાઓ તેમજ કાર્ય પધ્‍ધતિને મહત્‍વ આપતા વ્‍યવસાયો માટે સીએફબીપી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટેના વિવિધ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં  મેન્‍યુફેકચરિંગ એન્‍ટરપ્રાઈઝીસ કેટેગરીમાં પ્રતિષ્‍ઠિત ‘‘જમનાલાલ બજાજ ઉચિત વ્‍યવહાર એવોર્ડ'' રાજકોટ સ્‍થિત માહી મિલ્‍ક પ્રોડ્‍યૂસર કંપનીને આપવામાં આવતા કંપનીની યશકલગીમાં વધુ એક ગૌરવરૂપી પિચ્‍છ ઉમેરાયું છે.

સીએફબીપી દ્વારા વિવિધ એવોર્ડ વિતરણ કરવા મુંબઈ ખાતે આયોજીત સમારોહમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સર્વશ્રી શેખર બજાજ (ચેરમેન અને એમ.ડી., બજાજ ઈલેકટ્રીકલ્‍સ), ઝરીન દારૂવાલા (સીઈઓ, સ્‍ટાન્‍ડર્ડ ચાર્ટર્ડ), સ્‍વપ્‍નિલ કોઠારી (પ્રસિધ્‍ધ ધારાશાષાી), જસ્‍ટીસ બી.એન. ક્રિશ્ના (રિટાયર્ડ જજ, સુપ્રીમ કોર્ટ) ઉપરાંત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. માહી કંપનીવતી આ એવોર્ડ કંપનીના ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણીએ સ્‍વીકાર્યો હતો

(11:55 am IST)