Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

માળીયામિંયાણા પાસે કારમાં રાજકોટનો પૃથ્‍વીરાજ ર૬૪ બોટલ દારૂ સાથે પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૭: માળિયામિંયાણા નેશનલ હાઈવે પરથી કારમાં વિદેશી દારૂના જથ્‍થા સાથે રાજકોટના શખ્‍સને માળિયા પોલીસની ટીમે ઝડપી લીધો હતો.

 મળતી માહિતી મુજબ માળિયા પીએઆઈ બી ડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્‍ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્‍ટાફના સામજીભાઇ ઉધરેજા અને જીગ્નેશભાઈ લાંબાને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટોયોટા જીજે ૧૦ એસી ૦૭૦૧ વાળીમાં વિદેશી દારૂ ભરીને કચ્‍છથી માળિયા તરફ આવતો હોવાની બાતમીના આધારે તપાસ કરતા માળિયા નેશનલ હાઇવે પરથી હકીકત વાળી કાર આવતા તેને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૬૪ કીમત રૂ.૧,૦૯,૫૦૦ તથા એક મોબાઈલ કીમત રૂ.૧૦,૦૦૦ અને કીમત રૂ,૩,૦૦,૦૦૦ સાથે આરોપી પળથ્‍વીરાજ ગુણવંતભાઈ બગીયા રહે-રાજકોટ વાળાને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ કામગીરીમાં પીએસઆઈ બી ડી જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્‍દ્રસિંહ ચુડાસમા અને સામજીભાઇ ઉધરેજા સહિતની ટીમે કરેલ છે.

(1:14 pm IST)