Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

થેલેસેમીક બાળકોનો દિવ્‍યાંગ ધારામાં સમાવેશ, પરંતુ કોઇ લાભ અપાતા નથી

કાલે થેલેસેમિયા ડે : જનજાગૃતિ સમિતિના આગેવાનોની સરકાર સમક્ષ માંગ

 

રાજકોટ તા. ૭ : કેન્‍દ્ર સરકારે વર્ષ ૨૦૧૬ માં થેલેસેમિયા સહીત ૨૧ કેટેગરીના બાળકોનો દિવ્‍યાંગ ધારામાં સમાવેશ કરાયો હતો. પરંતુ આજ સુધી આ કેટેગરીમાં આવતા થેલેસેમિક બાળકો માટે એ.સ.ટી. બસ પાસ, રેલ્‍વે બસ પાસ, ખેલ મહાકુંભ, પેન્‍શન કે સરકારી સાધન સહાય યોજના સહીત કોઇ લાભ અપાયા નથી. તેમ થેલેસેમિયા માટે જનજાગૃતિ અભિયાન ચલાવતા આગેવાનોએ નારાજગી વ્‍યકત કરતા જણાવ્‍યુ હતુ.

આ મુલાકાત દરમિયાન આગેવાનોએ જણાવેલ કે વિશ્વના ૬૦ દેશોમાં આ ભયાનક આનુવંશીક રોગ જોવા મળે છે. ભારતમાં અને આપણા ગુજરાતમાં થેલેસેમીયાના ઘણા દર્દીઓ છે. હજી પણ માતા પિતાની બેદરકારી, અજ્ઞાનતા અને જાગૃતિના અભાવેલ નવા થેલેસેમિક બાળકો જન્‍મતા રહે છે. થેલેસેમિયાન તમામ ધર્મ અને જ્ઞાતિમાં જોવા મળે છે. તેમા ખાસ કરીને લોહાણા, સીંધી, ખોજા, ભાનુશાળી, વણકર, મુસ્‍લિમ વગેરે જ્ઞાતિમાં આ રોગનું પ્રમાણ વધુ છે.

થેલેસેમિયા અટકાવવા માટેનો સરળ ઉપાય સમયસર ટેસ્‍ટ છે. જો તમામ કોલેજના છાત્રો માટે પ્રવેશ પહેલા થેલેસેમિયાન ટેસ્‍ટ ફરજીયાત બનાવી દેવાય તો આ રોગને મહદઅંશે કાબુમાં લઇ શકાય. કેન્‍દ અને રાજય સરકાર જે રીતે કુટુંબ કલ્‍યાણ, વૃક્ષારોપણ, સાક્ષરતા, નાની બચત, પોલીયો નાબુદી અંગે અભિયાન ચલાવે છે. તે રીતે થેલેસેમિયાન અવેરનેસ માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવે તો આ રોગને પણ અટકાવી શકાય.

સૌરાષ્‍ટ્રના પાટનગર એવા રાજકોટમાં સેવા સંસ્‍થા વિવેકાનંદ યુથી કલબ પ્રેરીત થેલેસેમિયા  જનજાગૃતિ અભિયાન સમિતિ  દ્વારા જનજાગૃતિના અવિરત કાર્યક્રમો યોજે છે. પત્રિકા વિતરણ, વાહન પર સ્‍ટીકર લગાડવા, જાહેર સ્‍થળો તેમજ જ્ઞાતિની વાડીઓમાં બેનરો લગાડવા, શાળા કોલેજોમાં વાર્તાલાપ, સેમીનાર સહીતના કાર્યક્રમો આ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવે છે.

 

ત્‍યારે રકત જેમનો ખોરાક છે તેવા થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોની વહારે ચડવા અને ભવિષ્‍યમાં નવા થેલેસેમિયા પીડીત બાળકો ન જન્‍મે તે માટે સૌ કોઇએ જાગૃત અભિયાનને વેગ આપવા આ આગેવાનોએ અપીલ કરી છે.

 આ કાર્યો માટે અનુપમ દોશી, મિતલ ખેતાણી, ઉપેનભાઇ મોદી, ડો. રવિ ધાનાણી, હસુભાઇ રાચ્‍છ, જીતુલભાઇ કોટેચા, સુરેશભાઇ બાટવીયા, જનાર્દનભાઇ આચાર્ય, નલીન તન્‍ના, ભાસ્‍કરભાઇ પારેખ, સુનિલ વોરા, ભનુભાઇ રાજગુરૂ, હસુભાઇ શાહ, દિનેશભાઇ ગોવાણી, મહેશભાઇ જીવરાજાની, ગુણેન્‍દ્રભાઇ ભાડેશીયા, પ્રદીપભાઇ જાની, હિતેષ ખુશલાણી, ધર્મેશ રાયચુરા, રમેશ શીશાંગીયા, પરિમલભાઇ જોષી, હીરેનભાઇ લાલ, જીતુભાઇ ગાંધી, અશ્વિન ચૌહાણ, ડો. હાર્દીક દોશી, પંકજ રૂપારેલીયા, જયેન્‍દ્રભાઇ મહેતા, નયન ગંધા, નૈષધભાઇ વોરા, કિશોર તાકોદરા, ઉર્વીશ વ્‍યાસ, હિતેશભાઇ ખખ્‍ખર, દક્ષિણભાઇ જોશી સહીતના તન મન ધનથી સેવા આપી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલા' ખાતે વિગતો વર્ણવતા થેલેસેમિયાન જનજાગૃતિ સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:22 pm IST)