Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મારી નાખવાની ધમકીના કેસમાં આરોપીને ૨ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

રાજકોટ તા. ૭ : શહેરનાં કાલાવડ રોડ પર સેન્‍ટ મેરી સ્‍કુલ સામે છ વર્ષ પુર્વે ફરીયાદ પાછી ખેંચી લેવા ભાગીદારને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપવાનાં ગુનાનો કેસ અદાલતમાં ચાલી જતા ન્‍યાયધીશે આરોપીને ર વર્ષની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.
વધુ વીગત મુજબ  વેજા ગામની જમીનમાં  અન્‍ય ભાગીદાર છુટા થતા હોવાથી અશ્વીન પરસોતમભાઇ લીલા એ  પ્રકાશ કીશોર જરીયાને ભાગીદારીમાં જોડાવવા માટે રૂ. ૧ર લાખનુ રોકાણ કરવા જણાવેલ જેમાં પ્રકાશભાઇ જરીયાએ ટોકન પેટે ૯૦ હજાર આપેલા.  વેજા ગામની જમીનમાં અશ્વીન લીલાએ ખોટુ કર્યુ હોવાનુ  ભાગીદાર પ્રકાશ જરીયાને ખ્‍યાલ આવતા તેની શોધખોળ કરવા છતા ભેગા ન થતા અંતે ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ નોંધાવી હતી.
કાલાવડ રોડ પર આવેલ સેન્‍ટ મેરી સ્‍કુલ પાસે પ્રકાશ જરીયા અને તેનો ભાગીદાર અશ્વીન લીલા ભેગા  થઇ જતા જેમાં અશ્વીન લીલાએ તેના ભાગીદાર પ્રકાશ જરીયાને કહેલુ ક્રાઇમ બ્રાંચમાં કરેલી ફરીયાદ પાછી ખેચી લેજે તેમ કહી પોતાની પાસે રહેલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.  તપાસનીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજુઆત બાદ ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખીત મૌખીક દલીલ તેમજ સરકારી વકીલ દ્વારા  સાક્ષી અને પંચો અને તપાસનીસને તપાસવામાં આવેલા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં ટાંકેલા ચુકાદાને ધ્‍યાને લઇ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ એમ.એસ. અમલાણીએ આરોપી અશ્વીન પરસોતમ લીલાને તકસીરવાન ઠેરવી  ર વર્ષની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.  
આ કામમાં મુળ ફરીયાદી પ્રકાશ જરીયા વતી રાજકોટનાં એડવોકેટ હર્ષદકુમાર માણેક , સોનલબેન ગોંડલીયા, જાગૃતીબેન કેલૈયા અને હેતલબેન ભટ્ટ  રોકાયા હતા

 

(4:39 pm IST)