Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વાહનની લોનના હપ્‍તાના ચેક પરત ફરતા એક વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

રાજકોટ તા. ૭ : શ્રીરામ ટ્રાન્‍સપોર્ટ ફાઇનાન્‍સ કંપનીમાંથી  બે વાહન પર લીધેલી લોનનાં હપ્તાનાં બે  ચેક  પરત ફરવાનાં ગુનાનો કેસ મોરબીની અદાલતમાં ચાલી જતા મોરબી તાલુકાનાં જેતપર  ગામનાં  શખ્‍સને ૧ વર્ષની સજા અને ચેકની રકમનુ ડબલ ૩૧.૭૦ લાખનુ  દંડ ચુકવવા હુકમ કર્યો છે.  દંડ ચુકવવામાં કસુર ઠરે તો વધુ ૯૦ દીવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. વધુ વીગત મુજબ મોરબી તાલુકાનાં જેતપર ગામે ભરવાડ શેરીમાં રહેતા જનક મહાદેવભાઇ કડીયા નામનાં યુવાને શ્રી રામ ટ્રાન્‍સપોર્ટ ફાઇનાન્‍સ કંપનીમાંથી ટાટા એલ.પી.કે. રપ૧૮ વાહન પર રૂ. ૧૦ લાખની અને ટાટા એસી ૧૬૧૬  પર પ.૬૮ લાખની  લોન લીધી હતી. જે લોનની હપ્તાની  જનક કડીયા ભરપાય ન કરતા કંપની દ્વારા અવાર નવાર લેખીત તેમજ મૌખીક જાણ કરવામાં આવી હતી.  શ્રી રામ ફાઇનાન્‍સ કંપની સાથે લોન ધારકે સમાધાન કરી બંને લોનનાં મળી રૂ. ૧૭.પ૦ લાખ ચુકવવા માટે ૧ ૧૦ લાખનો અને ૧ ૭.પ૦ લાખનાં ચેક આપ્‍યા હતા. જે બંને ચેકો બેંકમાંથી વગર વસુલાતે પરત ફર્યા હતા. જે અંગેની ફાઇનાન્‍સ કંપનીએ કાયદાકીય પ્રક્રીયા મુજબ એડવોકેટ મારફતે નોટીસ મોકલી જાણ કરવા છતા ચેક મુજબનુ લેણુ ચુકવ્‍યુ ન હતુ.
કેસની સુનાવણીમાં ફરીયાદ પક્ષ કેસ મુજબની લેખીત મૌખીક દલીલો તેમજ  સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટનાં ટાંકેલા ચુકાદાને ધ્‍યાને લઇ અદાલતે લોન ધારક જનક કડીયાને ૧ વર્ષની સાદી કેસની સજા અને ચેકની બાકી નીકળતી રકમની  ડબલ રકમ રૂ. ૩૧.૭૦ લાખનો  દંડ જે દંડ માંથી ફરીયાદ દાખલ કર્યા તારીખથી ૯  ટકાનાં વ્‍યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો છે. અને દંડ ચુકવવામાં આરોપી નીષ્‍ફળ જશે તો વધુ ૯૦ દીવસની સજાનો હુકમ કર્યો છે.
ફરીયાદી શ્રીરામ ટ્રાન્‍સપોર્ટ ફાઇનાન્‍સ કંપની વતી એડવોકેટ  તરીકે વીજય લકડ અને પ્રકાશ સાધુ રોકાયા હતા

 

(3:34 pm IST)