Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજકોટ અને રીવા વચ્‍ચે દોડશે પરીક્ષા સ્‍પેશિયલ ટ્રેન ટિકિટોનુ બુકિંગ આજથી શરૂ

રાજકોટ, તા. ૭ : નોન-ટેકનીકલ પોપ્‍યુલર કેટેગરી (NTPC) ફેઝ II ની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે, પヘમિ રેલવેએ રાજકોટ અને રીવા વચ્‍ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ એ જણાવ્‍યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર ૦૨૧૯૩/૦૨૧૯૪ રાજકોટ-રેવા પરિક્ષા સુપરફાસ્‍ટ સ્‍પેશિયલ (૨ ટ્રીપ)
ટ્રેન નંબર ૦૨૧૯૩ રાજકોટ - રીવા સુપરફાસ્‍ટ સ્‍પેશિયલ રાજકોટ થી સોમવાર, ૯મી મે, ૨૦૨૨ના રોજ ૨૩.૦૫ કલાકે ઉપડશે અને બુધવારે સવારે ૦૦.૨૦ કલાકે રીવા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૨૧૯૪ રીવા - રાજકોટ સુપરફાસ્‍ટ સ્‍પેશિયલ ૭મી મે, ૨૦૨૨, શનિવારના રોજ ૨૨.૪૦ કલાકે રીવાથી ઉપડશે અને સોમવારે ૦૦.૪૫ કલાકે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્‍દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સુજલપુર, સંત હિરદારામ નગર, ભોપાલ, હોશંગાબાદ, ઈટારસી, પીપરીયા, ગાડરવારા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર અને સતના સ્‍ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી, સ્‍લીપર ક્‍લાસ અને સેકન્‍ડ ક્‍લાસ ના જનરલ કોચ હશે.
ટ્રેન નંબર ૦૨૧૯૩ રાજકોટ-રીવા સુપરફાસ્‍ટ સ્‍પેશિયલ માટે ટિકિટનું બુકિંગ ૭મી મે, ૨૦૨૨થી પેસેન્‍જર રિઝર્વેશન સેન્‍ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્‍ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે અને સેકંડ ક્‍લાસ ના જનરલ કોચ સિવાય તમામ વર્ગો માટે સંપૂર્ણપણે આરક્ષિત હશે.
ટ્રેનના સંચાલનના સમય, સ્‍ટોપેજ અને સ્‍ટ્રક્‍ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

 

(4:38 pm IST)