Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કોઠારિયા રોડ ચોકડી વિસ્‍તારમાં દબાણ હટાવ ઝુંબેશ : ૨૦ જગ્‍યાએથી છાપરા - ઓટા તોડી પડાયા

રાજકોટ તા.૭ : મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્‍વયે આજે કોઠારિયા રોડ ચોકડી પરના ૨૦ સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૬૩૦ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવ્‍યુ હતુ.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મ્‍યુનિ. કમિશ્નર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેરમાર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત મ્‍યુનિ. કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે તા.૭ ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્‍ટ ઝોન વિસ્‍તારના વોર્ડ નં.૧૬માં સમાવિષ્ટ સોરઠીયા વાડી સર્કલ થી કોઠારીયા રોડ ચોકડી (હાઈવે) પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, રેલીંગના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.ᅠજે અન્‍વયે કુલ ૨૦સ્‍થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરી અંદાજીત ૬૩૦ચો.ફૂટ પાર્કિંગ / માર્જીનની જગ્‍યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાંᅠઇસ્‍ટᅠઝોનનાડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશ્નર, સીટી એન્‍જીનીયર, આસી. કમિશ્નર તથા ટાઉન પ્‍લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ શાખાના તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્‍ટાફ સ્‍થળ પર ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:37 pm IST)