Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આદિવાસીસ્ત્રીઓ માટે અભદ્ર શબ્‍દ વાપરનાર અમદાવાદના બે પ્રકાશકો સામે FIR નોંધો

ભીલ સમાજના મહિલા અગ્રણી વાસવીબેન સોલંકીની પોલીસ કમિશ્નર સમક્ષ લેખીત રજુઆત

રાજકોટ, તા., ૭:  ભીલવાસમાં ભારત બેકરી પાછળ રહેતા સામાજીક કાર્યકર વાસવીબેન રણજીતભાઇ સોલંકીએ પોલીસ કમિશ્નર શ્રી રાજકોટને સંબોધી કરેલી લેખીત અરજીમાં અમદાવાદના બે મોટા પ્રકાશનો દ્વારા બીએ સેમેસ્‍ટર-૪ ની બુક ભારતની સામાજીક સમસ્‍યાઓ-રમાં એઇડસના કારણોમાં સમસ્‍ત આદિવાસી સ્ત્રીઓને વૈશ્‍યા કહી ગુન્‍હો કર્યાનું  જણાવી એફઆઇઆર નોંધવા માંગણી કરી છે.

લેખીત અરજીમાં જણાવાયું છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા બીએ સમેસ્‍ટર-૪ તથા એમએબીએડના કૌટીલ્‍ય પ્રશ્નોમાં લેખક તથા મુદ્રક વિરૂધ્‍ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુન્‍હો નોંધવા મારી રજુઆત છે. ભારતીય સમાજમાં નારીને નારાયણી તરીક સન્‍માન આપવામાં આવ્‍યું છે. એક તરફસ્ત્રી સશકિતકરણની વાતો થાય છે ત્‍યારે અમદાવાદની ઉપરોકત બંન્ને પ્રકાશન કંપનીઓએ પોતાના દ્વારા પ્રકાશીત થયેલ બીએ સેમેસ્‍ટર-૪ની બુક ભારતની સામાજીક સમસ્‍યાઓ-રમાં પાના નં. ૭૪ ઉપર તથા  ગાંધી માર્ગ પર આવેલા અન્‍ય એક પ્રકાશક દ્વારા પ્રકાશીત થયેલ બુકમાં પાના નં. ૭૯ ઉપર આદિવાસી સમાજમાં વૈશ્‍યાવૃતી પ્રવૃતી નિરંકુશ રીતે ચાલ્‍યા કરે છે તેવું અભદ્ર લખાણ કરવામાં આવ્‍યું છ. જેના પગલે આદિવાસી સમાજમાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓના માનસ ઉપર ખરાબ અસર થશે વળી આવા લખાણોને પગલે આદિવાસીઓને લોકો કુદ્રષ્‍ટિથી જોવા લાગશે લાંબા ગાળે વિતરીત અસર થાય તે પુર્વે શિક્ષણના પાઠય પુસ્‍તકોમાં આવા લખાણ બંધ કરાવવા માટે સમસ્‍ત આદિવાસી સમાજના મહિલા કન્‍વીનરો તેમજ ભાઇઓ દ્વારા  અમે લેખીત અરજી કરી એટ્રોસીટી સહીતની કલમ હેઠળ એફઆઇઆર નોંધવા માંગણી કરીએ છીએ તેમ વાસવીબેન સોલંકી, ગુજરાત ભીલ મહિલા પ્રમુખ રાજકોટ દ્વારા લેખીત અરજીમાં જણાવાયું છે

(3:43 pm IST)