Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભાજપ અનુજાતિ મોરચા દ્વારા સામાજીક સમરસતા માસ ઉજવાશે : કાલે રૈયા ગામમાં સમરસતા ભોજન

રાજકોટ,તા. ૭: શહેર ભાજપ ઉપપ્રમુખ અને અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની સુચના મુજબ મે માસને સમરસતા ઉજવણી માસ તરીકે ઉજવવા માટે રાજયભરમાં અનુ.જાતિ મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે જેમાં અનુ. જાતિ સમાજના પરિવારને જનરલ સંગઠન તેમજ અન્‍ય મોરચાના પરિવારે પોતાના  ઘરે ભોજન માટે આમંત્રિત કરી સહભોજન કરવુ તથા ઈચ્‍છાનુસાર પરિવાર/ બાળકોને ભેટ આપવી તેમજ સર્વ સમાજના સ્‍થાનિક અગ્રણી સાથે મળી  સામાજિક સુમેળ ભર્યો સમરસતા  સંવાદ /ગોષ્ઠિનું આયોજન કરાયું.
ત્‍યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા સામાજિક સમરતા માસની ઉજવણી કરવામાં આવશે, શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં કાલે તા.૮ના પશુપતીનાથ મહાદેવ મંદીર, રૈયાગામ ખાતે સામાજિક સમરસતા ભોજન કરવામાં આવશે.
તા.૧૧ ના પંચનાથ મંદિર પટાંગણ ખાતે સમરસતા સંવાદ, સમુહ આરતી, સમુહ ભોજન યોજવામાં આવશે, તા.૧૮ ના રામેશ્‍વર મહાદેવ મંદીર ખાતે સર્વ સમાજ સાધુ-સંતોની પધરામણી કરવામાં આવશે ત્‍યા ખાતે સમરસતા સભા અને ભોજન નો કાર્યક્રમ યોજાશે તેમજ તા.ર૯ ના બાલકદાસ બાપુની જગ્‍યા, થોરાળા ખાતે સામાજીક ક્ષેત્રે વિશિષ્‍ટ વ્‍યકિતનું સન્‍માન કરવામાં આવશે.
આ તમામ કાર્યક્રમમાં અનુ. જાતિ મોરચાના જયસુખ બારોટ, જશવંત દાફડા, ઈશ્‍વર જીતીયા, દિનેશ સોલંકી, પ્રવીણ ચાવડા,ભરત વાઘેલા, સંજય બગડા, શોભીત પરમાર સહીતનાને ઈન્‍ચાર્જ તરીકે સોંપવામાં આવેલ છે તેમ અંતમાં મહેશ રાઠોડ, મહેશ અઘેરા, નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની યાદીમાં જણાવાયું છે.

 

(4:27 pm IST)