Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

બે દી'માં રર કિલો અખાદ્ય ખોરાકનો નાશ : ૬ નમુના લેવાયા

મનપાની ફૂડ શાખા દ્વારા સોરઠીયાવાડીથી કોઠારીયા રોડ પર ખાણીપીણીના વેપારીને ત્‍યાં ચેકીંગ :૧૦ વેપારીઓને લાયસન્‍સ-સ્‍ટોરેજ અંગે નોટીસ : બરફની ૬ ફેકટરીમાં બેકટેરીયાઓલોજીકલ ચેકીંગ હાથ ધરાયું

રાજકોટ, તા. ૭ :  મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે  ઇસ્‍ટ ઝોનમાં સોરઠીયાવાડીથી કોઠારીયા રોડમાં આવેલ ૩૪ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરી ૧૦ પેઢીને લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસો આપેલ. તેમજ રર કિ.ગ્રામ. વાસી અખાદ્ય ખોરાક  સ્‍થળ પર નાશ કર્યો હતો.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ વિવિધ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
 વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલિકાના સોરઠિયાવાડી થી કોઠારીયા રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ પ૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્‍યાન કુલ રર કિલો એક્‍સપાયરી થયેલ પેકઅ ખાધ્‍ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તથા ૧૦ વેપારીનો પેઢીને લાયસન્‍સ તથા સ્‍ટોરેજ બાબતે નોટીસ આપેલ.
વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા.૦૭ ના રોજ શહેરના સોરઠિયાવાડી થી કોઠારીયા રોડ વિસ્‍તારમાં આવેલ (૧)શિવમ ફ્રૂટ્‍સ-એક્‍સપાયરી થયેલ ચોકલેટ કિલો. નાશ કરેલ તથા લાઇસન્‍સ બાબતે નોટિસ અપાયેલ.
અખાદ્ય ખોરાકનો નાશ
સ્‍ટાર રાઇટ કિરાણા ભંડારમાંથી પડતર મરચા પાવડર  ૧૦ કી.ગ્રા. નાશ કરેલ તથા સ્‍ટોરેજ બાબતે નોટિસ,મહાલક્ષ્મી એજન્‍સીમાં -એક્‍સપાયરી થયેલ નમકીન પેકેટ ૬ કી.ગ્રા. નાશ કરેલ તથા સ્‍ટોરેજ બાબતે નોટિસ, મહાલક્ષ્મી પાણીપૂરી - બાફેલા વાસી બટેટા ૨ કી.ગ્રા.નો નાશ કરાયેલ.
નમૂના લેવાયા
મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ ૫ નમૂના  લેવામાં આવેલ જેમાં વાડીલાલ શ્રીખંડ બીપીકે (પ૦૦ ગ્રામ પેકમાંથી) ઓમ સાંઇ ટ્રેડિંગ- માટેલ પાન પાસે,  બેકબોન શોપિંગ સેન્‍ટર સામે, માયાણી ચોક, ફ્રૂટ શિખંડ (લૂઝ) જય જલીયાણ એન્‍ટરપ્રાઇઝ -મોચીનગર હાઉસિંગ સોસાયટી, મોચીનગર-૨, શીતલ પાર્ક રોડ કોલ્‍હાપુરી મિસળ પાંવ (પ્રિપેર્ડ - લૂઝ): પાટિલ વડાપાંવ -બજરંગ ચોક પાસે, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજકોટ,
પંચરત્‍ન આઇસક્રીમ (લૂઝ) સ્‍થળ- ઓલ ઇન વન કોલ્‍ડ્રિંક્‍સ, બોમ્‍બે સુપર હાઇટ્‍સ શોપ નં. -૯, પેડક રોડ, રાજકોટ
મોવિયા માવા કેન્‍ડી  આઇસક્રીમ - સ્‍પેશીયલ રજવાડી માવા કેન્‍ડી અભય આઇસક્રીમ- ગણેશ કોમ્‍પ્‍લેક્‍સ શોપ નં.-૪, જવાહર સ્‍કૂલ પાસે, પેડક રોડ ખાતેથી નમૂના લેવાની કામગીરી કરવામાંઆવી હતી.
આઇસ ફેકટરીમાં ચેકીંગ
ઉનાળાની રૂતુ ને અનુલક્ષી ને મોચીબજાર, ગોંડલ, ચોકડી, વાવડી, જામનગર રોડ સહીતના વિસ્‍તારમાં આવેલ ૬ આઇસ ફેક્‍ટરી દ્વારા વપરાશમાં લેવાતા પાણીની ચકાસણી કરવામાં આવેલ તેમજ બેક્‍ટેરીઓલોજિકલ ચેકિંગ માટે પાણીના નમૂના લેવામાં આવેલ જેમાં ૪ ફેકટરીને હાયજીનીક કન્‍ડીશન જાળવવા તથા પાણીના રીપોર્ટ હાજર ન હોય જો બાબતે નોટીસ આપવામાં આવી હતી.
જેમાં ૪ ફેક્‍ટરીને હાયજિનિક કન્‍ડિશન જાળવવા તથા પાણીના રિપોર્ટ હાજર રાખેલ ન હોય જે બાબતે નોટિસ આપવામાં આવેલ.

 

(4:29 pm IST)