Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વતનમાં મોકલવાના પૈસાનો મેળ ન પડતાં લટ્ટુ ઝેરી દવા પી ગયો

અઠવાડીયા પહેલા જ યુપીથી રાજકોટ આવ્યો છે

રાજકોટ તા. ૬: એંસી ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં રહેતાં અને અઠવાડીયા પહેલા જ ઉત્તર પ્રદેશથી અહિ મજૂરી કરવા આવેલા લટ્ટુ સંજયભાઇ સોનકર (ઉ.૧૯)એ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. લટ્ટુ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેણે કહ્યું હતું કે અઠવાડીયા પહેલા રાજકોટ આવી કારખાનામાં કામે લાગ્યો હતો. ત્યાં ગઇકાલે વતનમાંથી ફોન આવ્યો હતો અને પાંચ હજાર રૃપિયા તત્કાલ મોકલવા કહેતાં પૈસાની વ્યવસ્થા ન થઇ શકી હોઇ ચિંતાને કારણે ઝેરી દવા પી લીધી હતી.

(11:47 am IST)