Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કુવાડવાના આણંદપરમાં ઢોર ખેતરમાં ઘુસવા મામલે દિલીપ ગમારા પર હુમલો

રાજકોટ તા. ૭: કુવાડવાના આણંદપર બાઘી ગામે રહેતાં દિલીપ ગોવિંદભાઇ ગમારા (ઉ.૧૯) પોતાની વાડીએ હતો ત્‍યારે ગોકુલ ભરવાડ, ભારૂ, અજુ સહિતે આવી ઝઘડો કરી ઢીકાપાટુ અને લાકડીથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી.

બે દિવસ પહેલા દિલીપની વાડીમાં સામેવાળાના ઢોર આવી ગયા હોઇ તે અંગે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી ગઇકાલે ત્રણેયએ વાડીમાં આવી હુમલો કર્યાનું જણાવાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)