Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

શાપર - વેરાવળ પોલીસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્‍યો : ૫ શખ્‍સો પકડાયા

રાજકોટ તા. ૭ : શાપર - વેરાવળ પોલીસે પડવલાના બાલાજી કાસ્‍ટીંગ નામના કારખાનામાં ૬૪,૮૦૦ના એલ્‍યુમિનિયમ પેર્ટન તથા બીડ કાસ્‍ટીંગનો ચોરીનો ભેદ ઉકેલી ૫ શખ્‍સોને ઝડપી લીધા હતા.

ચોરીના બનાવનો ભેદ ઉકેલવા રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલ સુચના અન્‍વયે પીએસઆઇ કે.એ.ગોહિલના માર્ગદર્શન હેઠળ શાપર (વે.) પો.સ્‍ટે.ના એ.એસ.આઇ. પી.આર.બાલાસરા, પો.હેડકોન્‍સ. બ્રીજરાજસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, પો.કોન્‍સ. યોગીરાજસિંહ જાડેજા, નરેશભાઇ લીબોલા, દુષ્‍યંતસિંહ રાણા, પિયુષભાઇ અઘેરા તથા પ્રતીપાલસિંહ વાળા પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સર્વેલન્‍સ સ્‍ટાફને મળેલ હકીકત આધારે સદરહું ચોરી કરનાર (૧) જીગર ઉર્ફે પ્રકાશ દીલીપભાઇ મારવાડી રહે. વેરાવળ (શા) શાકભાજી માર્કેટ પાસે શીવકેબલની બાજુમાં (ર) વિરમદેવસિંહ ઉર્ફે નાનકો કિશોરસિંહ જાડેજા રહે. શાપર (વે) જુના પાવર હાઉસની પાસે મ.પરામાં (૩) સાગર ઉર્ફે વડીયો ભરતભાઇ વડેજા રહે. પારડી શીતળા મંદિર રામ પાર્ક સોસા. (૪) સુનીલ ભરતભાઇ વસુનીયા રહે. વેરાવળ (શા) શીવ કેબલની બાજુમાં તથા (પ) હિતેશ વિજયભાઇ મારવાડી રહે. પારડી શીતળા મંદિર સદ્‌ગુરૂ હોસ્‍પિટલ પાછળને ચોરાઉ (૧) એલ્‍યુમીનીયમની પેટર્ન ૨૦૦ કિલો કિં.રૂા. ૫૦૦૦૦ તથા બીડ કાસ્‍ટીંગ ૩૭૦ કિલો કિં. રૂા. ૧૪૮૦૦ કુો મુદ્દામાલ કિં. રૂા. ૬૪,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:22 pm IST)