Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જલારામ સોસાયટીમાં બહેનના ઘરે બેભાન થયા બાદ શૈલેન્‍દ્રસિંહનુ મોત

મોચીનગર પ્રૌઢ બહેનને મળવા માટે ગયા'તા પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા.૭: યુનિવર્સિટી રોડ પર જલારામ -૨માં અમીધારા એપાર્ટમેન્‍ટમાં બહેનના ઘરે બેભાન થયા બાદ પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ મોચીનગર -૬માં રહેતા શૈલેન્‍દ્રસિંહ પ્રતાપસિંહ ડાભી (ઉ.વ.૫૬) ગઇકાલે યુનિવર્સિટી રોડ જલારામ-૨માં આવેલા અમીધારા એપાર્ટમેન્‍ટમાં રહેતા બહેનના ઘરે તેને મળવા માટે ગયા હતા. ઘરે બેઠા હતા ત્‍યારે તે એકાએક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે ગીરીરાજ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનુ સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ મીહીરસિંહ તથા રાઇટર અજયભાઇએ સ્‍થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(3:22 pm IST)