Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રામનગરમાં થયેલા ખુની હુમલાના કેસમાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૭ : અત્રે રામનગર મેઇન રોડ મીત ગોલ્‍ડ કારખાનામાં કામ કરતા ફરીયાદીના મજુર દીલીપભાઇ સાથે મોબાઇલની લેતી દેતી બાબતે ઇજા પામનારના માથા ઉપર તેમજ મોઢાના ભાગે લોખંડનો તવો મારી ઇજા પહોંચાડી મહાવ્‍યથા કરી ખુનની કોશીષના આરોપસર પકડાયેલ આરોપી દેવીદીન નરેશભાઇ નિશાદને સેસન્‍સ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરતો હુકમ.

આ કેસની હકિકત એવી છે કે તા. ૩૧/૫/૨૨ના રોજ રામનગર મેઇન રોડ, મીત ગોલ્‍ડ કારખાનામાં કામ કરતાં ફરીયાદીના મજુર દીલીપભાઇ તેમની સાથે આરોપી દેવીદીન નરેશભાઇ નિશાદને મજુરી કામ માટે લાવેલ અને તે વખતે તેમને મોબાઇલની લેતી દેતી બાબતે ઝઘડો ચાલતો હોય ત્‍યારબાદ ઇજા પામનાર તેમની ભાડે રાખેલ ઓરડીમાં જતા રહેલ અને બપોર બે એક વાગ્‍યે મોબાઇલની લેતી દેતી બાબતે બોલાચાલી કરી ગાળાગાળી કરી ઇજા પામનારના માથા ઉપર તેમજ મોઢાના ભાગે લોખંડનો તવો મારી ઇજા પહોંચાડી ખુની હુમલો કરેલ જે ગુન્‍હા કર્યા અંગેની ફરીયાદીએ ફરીયાદ આજીડેમ પો.સ્‍ટેશનમાં નોંધાવતા આરોપીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ અને કોર્ટમાં રજુ કરતા આરોપી દ્વારા ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરતા ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજુર કરેલ. જેથી આરોપી દ્વારા સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરતા સેસન્‍સ કોર્ટ દ્વારા આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી વીજય ડી.બાવળીયા તથા રમઝાન આઇ. આગરીયા રોકાયેલા હતા.

(3:38 pm IST)