Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

‘દીકરાનું ઘર' શ્રેષ્‍ઠીઓને આપશે ગારડી એવોર્ડ

વિવિધ ક્ષેત્રની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને પ્રોત્‍સાહન : દેવીપ્રસાદ સ્‍વામી, સુરેશભાઇ નંદવાણા, ઇન્‍દુભાઇ વોરા, બાબુભાઇ અસલાલિયા, મનસુખભાઇ જોષી, ગોવિંદભાઇ ખૂંટની પસંદગી : સંસ્‍થાકીય એવોર્ડ મધર ટેરેસા આશ્રમને : વિશિષ્‍ટ સિધ્‍ધી બદલ શૈલેષ સગપરીયા ભદ્રાયુ વછરાજાની અને અનિલ દેસાઇનું અનેરૂ સન્‍માન કરાશે

રાજકોટ,તા.૭ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી ‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમ છેલ્લા ૯ વર્ષથી સૌરાષ્‍ટ્રના પનોતા પુત્ર સ્‍વ. દીપચંદભાઇ ગારડીના સેવાકાર્યોની રાહે ચાલનારા સેવા રત્‍નોને પ્રતિષ્‍ઠિત ગારડી એવોર્ડથી સન્‍માનિત કરે છે. ચાલુ સાલ સતત ૧૦માં વર્ષે સેવા-ઉદ્યોગ-આધ્‍યાત્‍મિક-આરોગ્‍ય ક્ષેત્રે કામ કરતા નિરંતર, નિઃસ્‍વાર્થ પ્રવૃતિઓ ચલાવતા સેવાના ભેખધારીઓને ગારડી એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

સંસ્‍થાના સ્‍થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, ડો.નિદત બારોટ, સુનીલ વોરા, નલીન તન્‍ના તેમજ કિરીટ આદ્રોજાએ જણાવ્‍યુ છે કે સેવા ક્ષેત્રે કે અન્‍ય કોઇ ક્ષેત્રે કામ કરતા સેવકોને બિરદાવતા પરંપરાને આગળ વધારતા ‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમ સતત ૧૦માં સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રે કામ કરતા શ્રેષ્‍ઠીઓને સન્‍માનિત કરે છે.‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમ દ્વારા અપાતા ૨૦૨૨ ના એવોર્ડ માટે જામનગર સ્‍થિત ૩૦૦ વર્ષ જુની આણદાબાવા સંસ્‍થાના વર્તમાન ગાદીપતિ પૂજ્‍ય દેવીપ્રસાદ સ્‍વામી, જૈન શ્રેષ્‍ઠી જુના જમાના મોટાગજાના ઉદ્યોગપતિ અને શ્રી ઇન્‍દુભાઇ વોરા પૂર્વ શ્રમ મંત્રી અને અનેક શૈક્ષણિક સંસ્‍થાઓના રાહબર બાલભવનના ટ્રસ્‍ટીશ્રી મનસુખભાઇ જોશી, કન્‍યા કેળવણીના હિમાયતી શ્રી ગોવિંદભાઇ ખુંટ, ઉદ્યોગ જગતમાં નામ રોશન કરનાર ભવાની ઇન્‍ડસ્‍ટ્રીઝના સંચાલક શ્રી સુરેશભાઇ નંદવાણા તેમજ આરોગ્‍ય શિક્ષણ જેવા ક્ષેત્રે જેનું નોંધપાત્ર પ્રદાન કરનારા શ્રી બાબુભાઇ અસલાલીયા સહિતના મહાનુભાવોની પસંદ કરવામાં આવી છે. ‘દીકરાનું ઘર' દ્વારા પ્રતિવર્ષ નોંધપાત્ર અને શ્રેષ્‍ઠ કામગીરી કરતી કોઇ એક સંસ્‍થાને સંસ્‍થાકીય ગારડી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં ચાલુ સાલ મધર ટેરેસા આશ્રમની પસંદગી કરવામાં આવી છે. કાર્યક્રમ જુલાઇ મધ્‍યમાં યોજાશે. જેની વિગતવાર જાહેરાત હવે પછી થશે.

સંસ્‍થાના ટ્રસ્‍ટી મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ  પટેલ, વસંતભાઇ ગાદેશા, વલ્લભાઇ સતાણી તેમજ હસુભાઇ રાચ્‍છે વધુમાં જણાવ્‍યું છે કે આ વખતે સાહિત્‍ય ક્ષેત્રે ઉડું ખેડાણ કરનાર શૈલેષ સગપરીયા તેમજ ડો. ભદ્રાયુ વછરાજાની, લોકભારતી સણોસરા યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર તરીકે જેમની વરણી થઇ છે. ગુજરાત ભાજપ લિંગલ સેલના સહસંયોજક તરીકે વરણી પામેલ અનિલ દેસાઇ સહિત ત્રણેય મહાનુભાવોને વિશિષ્‍ટ સન્‍માન કરાશે.

અત્‍યાર સુધીમાં છેલ્લા ૧૦ વર્ષમાં અસંખ્‍ય મહાનુભાવોને આ એવોર્ડ માટે પસંદ કરાયા છે. તેમાં અંજલીબેન રૂપાણી (પુજીત રૂપાણી ટ્રસ્‍ટ), કૌશિકભાઇ મહેતા નરેન્‍દ્રભાઇ જીબા (ફુલછાબ માનવ સેવા ટ્રસ્‍ટ), વિજય ડોબરીયા હિતેષ દેવ, વી.ડી. બાલા (પર્યાવરણ), પ્રભુદાસભાઇ તન્ના- રમેશભાઇ ઠકકર (ગૌસેવા) પુજય ભારતીદીદી (આધ્‍યાત્‍મિક), દેવાંગ માંકડ (આરોગ્‍ય), ગુલાબભાઇ જાની (શિક્ષણ), હસુભાઇ ઠક્કર (ગૌસેવા) પૂજય ભારતી દીદી( આધ્‍યાત્‍મિક), દેવાંગ માંકડ (આરોગ્‍ય) ગુલાબભાઇ જાની (શિક્ષણ), હસુભાઇ દવે (લેબર), જયેશ ઉપાધ્‍યાય, અનુપમ દોશી, ગુણુભાઇ ડેલાવાળા, ધીરૂભાઇ કોરાટ, કિશોર રાઠોડ, મિતલ ખેતાણી, હિમાંશુ માંકડ (સેવા), મનસુખભાઇ સુવાગીયા (જળક્રાંતિ), ડો. રમેશભાઇ ભાયાણી (લોકવિજ્ઞાન કેન્‍દ્ર), જગતસિંહ જાડેજા (રકતદાન), ડો. રાજેશ તેલી (તબિબી સેવા), કૌશિકભાઇ શુકલ (શિક્ષણ) નો સમાવેશ થયો છે. તેમ હરેશ પરસાણા, અશ્વિનભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, ઉપેન મોદી, સુનીલ મહેતા તેમજ હરદેવસિંહ જાડેજાએ જણાવ્‍યું છે.

જુલાઇ માસમાં મધ્‍ય ભાગમાં અપાનાર ગારડી એવોર્ડના કાર્યક્રમની વ્‍યવસ્‍થા સંસ્‍થાના પ્રવિણ હાપલીયા, હરેન મહેતા, રાકેશ ભાલાળા, પ્રજ્ઞેશ પટેલ, ગૌરાંગ ઠક્કર, દિપકભાઇ જલુ, શૈલેષભાઇ જાની તમેજ ધર્મેશ જીવાણી જોઇ રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા જીતુભાઇ ગાંધી, પરિમલભાઇ જોશી, જયેન્‍દ્રભાઇ મહેતા, મહેશભાઇ જીવરાજાની, હસુભાઇ શાહ, ચેતનભાઇ મહેતા, દોલતભાઇ ગાદેશા, પારસભાઇ મોદી, હાર્દિક દોશી, હરીશભાઇ હરીયાણી, હિતેષ માવાણી, સાવન ભાડલીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:26 pm IST)