Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વિવેકાનંદ યુથ કલબ દ્વારા ખગોળશાષાી ડો.જે.જે.રાવલનું ગરિમાપૂર્ણ સન્‍માન

રાજકોટ તા.૭: વિવેકાનંદ યુથ કલબ દ્વારા ગુજરાતના ગૌરવસમા પનોતા પુત્ર હળવદના મૂળ વતની જાણીતા ખગોળશાષાી, આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત વૈજ્ઞાનિક, લોક વિજ્ઞાન કેન્‍દ્ર રાજકોટના ટ્રસ્‍ટી, ઇન્‍ડિયન પ્‍લેનેટરી એસોસીએશનના સ્‍થાપક પ્રમુખ, આર્યભટ્ટ એવોર્ડ સહિત અનેક સન્‍માનોથી સન્‍માનિત મુંબઇ નિવાસી ૮૦ વર્ષના ડો.જે.જે.રાવલની નોંધપાત્ર વિશિષ્‍ટ કામગીરી પ્રદાનને ધ્‍યાનમાં લઇને સન્‍માન કરાયુ હતુંજૈન શ્રેષ્‍ઠી કિશોરભાઇ હેમાણી, લોકવિજ્ઞાન કેન્‍દ્રના ડાયરેકટર ડો.રમેશભાઇ ભાયાણી, આત્‍મીય કોલેજના કેમ્‍પર્સ ડાયરેકટર ડો.ઘનશ્‍યામભાઇ આચાર્યના અતિથિ વિશેષ પદે યોજાયેલ ગરીમાપૂર્ણ કાર્યક્રમમાં ડો.જે.જે.રાવલનું શહેરના જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલના હસ્‍તે સુતરની આંટી, ખેસ પહેરાવી શ્રીફળ, સાકરનો પડો પુસ્‍તક તેમજ વિવેકાનંદજીનો ફોટો આપી શાલ  ઓઢાડીને વરસાદી વાતાવરણમાં ભાતીગળ તેમજ પરંપરાગત સન્‍માન કરવામાં આવેલ

આ પ્રસંગે બ્રહ્મસમાજના પૂર્વપ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, ગુણવંતભાઇ ઝાલાડી, રાજેશભાઇ ભાતેલીયા, એસ.બી.આઇ સ્‍ટાફ યુનિયનના સંજય મહેતા, કવિ પારસ હેમાણી, મોઢ વણિક સમાજના અગ્રણી જીતુભાઇ ગાંધી, નિવૃત શિક્ષક વિપુલભાઇ ભટ્ટ સહિતના સ્‍વજનો ઉપસ્‍થિત રહેલ.

કાર્યક્રમમાં પરિમલભાઇ જોશીએ સૌનું સ્‍વાગત કરેલ ડો.રાવલનો પરિચય કિશોરભાઇ હેમાણીએ આપેલ. સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, ગુણેન્‍દ્ર ભાડેલીયા,  નૈષધભાઇ વોરા, દક્ષિણભાઇ જોશી, મૌલેશભાઇ દવે કાર્યરત રહેલ.

(4:32 pm IST)