Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગાંજાના ગુનામાં ફરાર બીલાલને એલસીબી ઝોન-૨ ટીમે પકડયો

એક મહિના પહેલા એસઓજીએ અબ્‍દુલને પકડયો ત્‍યારે નામ ખુલ્‍યું હતું : મોૈલિકભાઇ સાવલીયા, અમીનભાઇ ભલુર અને મનિષભાઇ સોઢીયાની બાતમી પરથી પીએસઆઇ એ. એલ. બારસીયાની ટીમે પકડી તાલુકા પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. ૭: એક મહિના પહેલા શહેર એસઓજીની ટીમે ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે આવેલી આવાસ યોજના ક્‍વાર્ટરમાંથી બકાલાના ધંધાર્થી અબ્‍દુલકાદીર ઉર્ફ નાનુ જમાલભાઇ મેતરને રૂા. ૪૨ હજારના ગાંજા સાથે પકડી લીધો હતો. તે વખતે તેના માસીયાઇ ભાઇ બીલાલ સલિમભાઇ મેતર (ઉ.૨૮-રહે. અર્જુન પાર્ક આવાસ યોજના ક્‍વાર્ટર નં. ૧૯૮૭ બ્‍લોક નં. ૧૦)નું નામ ખુલતાં તે ભાગી ગયો હતો. આ શખ્‍સને એલસીબી ઝોન-૨ની ટીમે પકડી લઇ તાલુકા પોલીસને સોંપ્‍યો છે.ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. મોૈલિકભાઇ સાવલીયા, કોન્‍સ. અમિનભાઇ ભલુર અને મનિષભાઇ સોઢીયાને બાતમી મળતાં રામનાથપરા પુલ પાસે ભાણજીબાપાની દેરી નજીકથી બિલાલને પકડી લીધો હતો. તેની વિશેષ પુછતાછ હવે તાલુકા પોલીસ કરશે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એ. એલ. બારસીયા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. અમિનભાઇ, જયપાલસિંહ, જયંતિગીરી સહિતે આ કામગીરી કરી હતી.

(4:35 pm IST)