Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

એથ્‍લેટીક ટ્રેક - સ્‍નાનાગાર - ટેનીસ કોર્ટ - જીમમાં ખેલાડીઓનો ધસારોઃ સપ્તાહમાં ૬ હજાર સભ્‍યો

મનપા હસ્‍તકના વિવિધ સંકુલોમાં ૧ જુલાઇથી પ્રવેશ પ્રક્રિયા શરૂ : સૌથી વધુ ૪૬૦૦ તરવૈયાઓ જોડાયાઃ તંત્રને કુલ રૂ. ૩૬.૭૦ લાખની આવક

રાજકોટ તા. ૭:  મહાનગરપાલિકા હસ્‍તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક,સિન્‍થેટીક ટેનીસ કોર્ટ,બાસ્‍કેટબોલ કોર્ટ,રેસકોર્ષ જીમ,નાના મવા મલ્‍ટિ એક્‍ટીવિટી સેન્‍ટર લેડિઝ જીમ તથા સરદાર વલલ્‍ભભાઇ પટેલ સ્‍નાનાગાર કોઠારીયા રોડ,મહર્ષિ દયાનંદ સરસ્‍વતી સ્‍નાનાગાર કાલાવડ રોડ, લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર રેસકોર્ષ, સ્‍વામી વિવેકાનંદ સ્‍નાનાગાર પેડક રોડ તથા જીજાબાઇ મહિલા સ્‍નાનાગાર,તમામ ૦૫ સ્‍નાનાગારો ખાતેશિખાઉ તથા જાણકાર સભ્‍યો માટે પ્રવેશ પ્રક્રિયા તા. ૧ જુલાઇથી શરૂ કરવામાં આવેલ.જેમાં રજીસ્‍ટ્રેશન શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ કુલ ૬રર૮ સભ્‍યોએ નોંધાયેલ છે. જેના માટે રૂ. ૩૬,૭૦,૩૮૯ની આવક પણ થયેલ છે.મનપા હસ્‍તકના વિવિધ સંકુલોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ સપ્‍તાહમાં જ સિન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક રેસકોર્ષમાં ૮૪ર, સિન્‍થેટીક ટેનીસ કોર્ટ રેસકોર્ષમાં ર૦, સિન્‍થેટીક બાસ્‍કેટ બોલ કોર્ટ રેસકોષમાં ૪૦, વિવિધ જીમમાં ૩પ૦, સરદાર વલ્‍લ્‍ભભાઇ પટેલ સ્‍નાનાગાર, કોઠારીયા રોડમાં ૧૭ર૪, મહર્ષિ દયાનંદ સરસ્‍વતી સ્‍નાનાગાર, કાલાવડ રોડમાં ૧૮૯૬,  લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર, રેસકોર્ષમાં ૯૬ર, સ્‍વામી વિવેકાનંદ સ્‍નાનાગાર, પેડક રોડમાં ૬૧૮, જીજાબાઇ સ્‍નાનાગાર, સાધુ વાસવાણી રોડમાં ૩૯૬ સહિત કુલ ૬રર૧ સભ્‍યો નોંધાયા છે.

(4:38 pm IST)