Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજકોટને ૭૮.૭૧ કરોડની ગ્રાન્ટઃ રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને ૧૦૬પ કરોડની સહાયનું વિતરણ

રાજયની ૧૫૫ નગરપાલિકા-મહાપાલિકાઓને કાલે ૧૦૦૦ કરોડની ગ્રાન્ટની વીડિયો કોન્ફરન્સથી અર્પણ વીધી ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, કલેકટરો-પદાધિકારીઓ સાથે ઓનલાઇન જોડાશેઃમંત્રીઓના હસ્તે ચેક વિતરણ

રાજકોટ, તા. ૭ : આવતીકાલે રાજયની ૩૩ નગરપાલિકાઓ તથા મહાનગર પાલિકાઓને કુલ ૧૦૦૦ કરોડની ગ્રાન્ટની રાજય સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અર્પણવિધી કરવામાં આવી હતી.

આ અંગે મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના જણાવ્યા મુજબ મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૩૩ જેટલી નગરપાલિકાઓ તથા મહાનગર પાલિકાઓમાં વિકાસ કામો માટે કુલ રૂ. ૧૦૦૦ કરોડની ગ્રાન્ટની અર્પણવિધી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ધનસુખ ભંડેરીની ઉપસ્થિતિમાં ગાંધીનગરની વિડીયો કોન્ફરન્સ થકી અર્પણ કરાયેલ.

આ માટે તમામ જીલ્લા કેન્દ્રોએ વિડીયો કોન્ફરન્સ કાલે યોજાશે. જેમાં કલેકટરો, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના રીજીયોનલ કમિશનરો, પુરવઠા મંત્રીઓ તથા સરપંચ, મેયર, મ્યુ. કમિશનર, વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રાન્ટનો ઓનલાઇન સ્વીકારકર્યો હતો.

આ તકે ધનસુખ ભંડેરીએ ઉદ્દબોધન કરતા જણાવેલ કે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના મુખ્યમંત્રી તરીકેના યશસ્વી કાર્યકાળમાં આ ચોથું વર્ષ પૂર્ણ કરેલ છે ત્યારે આ યશસ્વી કાર્યકાળ દરમ્યાન દર વર્ષે રાજયની નગરપાલિકાઓ મહાનગરપાલીકાઓને સર્વાગી વિકાસના કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, તરફથી તેઓના હસ્તે ચેક અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અંતર્ગત આ ચાલુ વર્ષની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આજે રૂ.૧૦૦૦/- કરોડની રકમનો ચેક અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

કોરોનાને  વિશેષ  જણાવેલ કે શહેરી કરણની પ્રક્રિયામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજયો પૈકીનું એક છે. જે સને ર૦૧૧ ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાત રાજયમાં શહેરીવસતિ ૪ર.પ૮ ટકા (ર.પ૭ કરોડ) જેટલા છે.

શહેરી વિકાસના તથા ગ્રામ વિકાસના વિવિધ પરિણામોને વિચારણામાં લઇ રાજય સરકારશ્રીએ શહેરોનો અને ગામડાઓ એમ બન્નેનો સુગઠીત અને સમતોલ વિકાસ થાય તે તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. અને રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અપેક્ષીત મુળભુત નાગરીક સુધિવાઓ/સેવાઓ ઉપલબ્ધ કરાવવા તથા સંગીન બનાવવામાં આંતરમાળાખાકીય સુવિધાઓ પુરી પાડી શહેરી ગરીબોને સામાજિક અને આર્થિક વિકાસ કરી તેઓનું જીવનધોરણ ઉંચે લઇ જવા અવિરત પ્રયત્નો કરેલ છે.

(4:12 pm IST)