Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જૈનોનું કાલે શનિવાર તા.૮ના રોજ પંદરનું ધર

ઉપવાસના તપસ્વીઓ કાલે શનિવારથી તથા સોળ ભથ્થાના તપસ્વીઓ આજે શુક્રવારથી તપનો શુભારંભ કરશેઃ કોરોનાની પરિસ્થિતિનો ખ્યાલ રાખી દરેક આરાધકોએ ઘરે રહીને જ તપ - જપની ઉપાસના અને આરાધના કરવી

રાજકોટ,તા.૭: ધર એટલે ધારણ કરવું. ધરના દિવસોની યાદ અપાવવા પાછળનો મહા પુરુષોનો શુભ આશય એ રહેલો છે કે ચાતુર્માસના પવિત્ર દિવસો ચાલી રહ્યાં હોય,પર્વાધિરાજ પર્યુષણ મહા પર્વના પાવન દિવસો નજીક આવી રહ્યાં છે તે ચતુર્વિધ સંદ્યમાં સૌને સ્મૃતિ પટ ઉપર રહે તેથી વધારેમાં વધારે આરાધકો તપ - જપ અને ધર્માચરણમાં જોડાઈ જીવન ધન્ય બનાવી આત્મ કલ્યાણ કરે.

જૈનોના પર્વનો રાજા પર્વાધિરાજ પર્યુષણ મહા પર્વ શરૂ થવાના હવે ગણતરીના દિવસો શેષ રહ્યાં છે.ધર્મ પ્રેમીઓ આતુરતા પૂર્વક આ પર્વની રાહ જોઈ રહ્યાં છે. ઉપકારી પૂ.સાધુ - સાધ્વીજીઓ ફરમાવે છે કે આળસ અને પ્રમાદ કે અન્ય કોઈ કારણે માસ ક્ષમણ તપની ગાડી ચૂકી ગયા હો તો કાલેઙ્ગ તા.૮ શનિવારથી શરૂ થતી પંદરના ધરની તપરૂપી ગાડીમાં કર્મ નિર્જરા માટે બેસી જજો.જેઓએ સોળ ભથ્થુ - સોળ ઉપવાસ કરવાની ભાવના હોય તેઓ આજે તા. ૭ થી તપના મંડાણ કરે છે.

જૈન દર્શનમાં માનવ ભવની મહત્ત્।ા અપરંપાર બતાવેલ છે કારણકે ચાર ગતિના જીવોમાં નારકીના જીવો દુઃખમાં દીન છે,તિર્યચના જીવો પરાધીન છે,દેવો સુખમાં લીન છે,માત્ર મનુષ્યના જીવો જ સ્વાધીન છે.

જ્ઞાની ભગવંતો કહે છે ઉપવાસ,આયંબિલ કે એકાસણા સિવાય પંદર દિવસ નાના - મોટા અનેક પ્રત્યાખ્યાન અંગીકાર કરી શકાય છે.જેમ કે પંદર દિવસ લીલોત્ત્।રી ત્યાગ,જિનવાણીનું વાંચન,સ્વાધ્યાય,સામાયિક, પ્રતિક્રમણ, રાત્રિ ભોજન ત્યાગ, કલાક બે કલાકના ચૌવિહાર,મૌનની સાધના વગેરે વ્રત - નિયમ ધારી શકાય છે.

સંકલનઃ

મનોજ ડેલીવાળા,રાજકોટ.

મો.૯૮૨૪૧  ૧૪૪૩૯

(11:36 am IST)