Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાત્રે આજી નદીમાં ઘોડાપુરઃ તંત્ર દોડયું: ફાયર બ્રિગેડ ટીમ તૈનાત

મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ તથા જીતુભાઇ મહેતા સહિતનાં આગેવાનો રામનાથપરા મંદિર અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોની વ્હારે ધસી ગયા

રાજકોટ,તા.૭: ગઇરાત્રે ૭ થી ૧૦ દરમિયાન શહેરમાં ૧ થી૧.૩૦ ઇંચ  વરસાદપડી ગયો હતો પરંતુ ઉપરવાસ વરસાદને કારણે આજીનદીમાં રાત્રે ૮.૩૦ વાગ્યા બાદ ઓચિંતુ ઘોડાપુર આવતાં મ.ન.પાનાં પદાધિકારીઓ અને ફાયર બ્રિગેડની  રેસ્કયુ ટીમો દોડી ગઇ હતી.

આ અંગેની વિતો મુજબ ગઇરાત્રે ૮.૩૦ વાગ્યા આસપાસ આજી નદીમાં શ્રી રામનાથ મહાદેવ ઘાટ પાસે ઘોડાપુર આવતાં ફાયર બ્રીગેડ કન્ટ્રોલ રૂમ દ્વારા તાત્કાલીક રામનાથપરા, ભવાનીનગર, બેડીપરા , જંગલેશ્વર સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં રેસ્કયુ મોકલી હતી. તેમજ લાઉડ સ્પીકર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરી નદી વિસ્તારમાં નહી જવા અપીલ કરી હતી. અને પુરની સ્થીતી વણસેતો જરૂર પડયે નીચાણવાળા વિસ્તારોનાં લોકોનું શાળા તથા રેનબસેરા વગેરેમાં સ્થળાંતર કરવાની તૈયારી સાથે ફાયરબ્રીગેડની ટીમો રેસ્કયુવાન ત્થા એમ્બ્યુલન્સ સાથે તૈનાત કરવાનુ ચીફ ફાયર ઓફીછસર શ્રી ઠેબાએ જણાવ્યુ હતુ.

દરમિયાન નદીમાં ઘોડાપુર ની સ્થતીની જાણ થતાં રામનાથપરાનાં સ્થાનિક આગેવાન અને ભાજપનાં સીનીયર અગ્રણી જીતુભાઇ મહેતા તેમનાં કાર્યકરોની ટૂકડી સાથે શ્રી રામનાથ મંદિર ખાથે પહોચ્યા હતા.

મયર બિનાબેન આચાર્ય પણ રામનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતાં અને સ્થળ  ઉપર પહોચી અને પુરની સ્થિતીમાં રાહત બચાવ કાર્યની જરૂરત પડયે ઝડપી કાર્યવાહી કરાવવા અધિકારીઓને સુચનો કર્યા હતા.

જો કે, બાદમાં વરસાદ રહી જતા પુર સમી ગયુ હતુ અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:42 am IST)