Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઝનાના હોસ્પિટલ પાસેથી બેભાન મળેલા વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધખોળ

મૃતકના સગા હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૭: સિવિલ હોસ્પિટલ ચોક ઝનાના હોસ્પિટલ ગેઇટ સામેથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ તા.૪/૮ના રોજ બેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. એચ. નિમાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ભીક્ષુક જેવા લાગે છે. તેણે ભુખરા કલરનો મેલા જેવો શર્ટ અને ભુખરા કલરની કેપ્રી પહેરેલી છે. માથા અને દાઢીના વાળ સફેદ છે. જમણો હાથ હેન્ડીકેપ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સ્વજનો હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:44 am IST)