Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ફાયરબ્રિગેડ અને પોલીસની આખી રાત વોચ

નીતીન ભારદ્વાજ અને તેની ટીમની કાબીલેદાદ કામગીરીઃ મંદિર અને નદીની ફરતે ફેન્સીંગ લગાવાઇઃ ફાયરબ્રિગેડ ટીમની રાઉન્ડ ધ કલોક કામગીરી

રાજકોટઃ તા.૭, શહેરમાં ગતરાતે વરસાદ અને ઉપરવાસમાંથી પુર આવતા રામનાથ મંદિરના શિવલીંગ અને નદીના કાંઠાના વિસ્તારમાં ચોમેર પાણી ફરી વળ્યા હતા. ચિંતાજનક સ્થિતિ બનતા આ બનાવની જાણ થતા. પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિન ભારદ્વાજ અને તેની ટીમ તુરત ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અધિકારીઓને સુચનાઓ આપી હતી. નિતિનભાઇએ જણાવેલ કે ગતરાતે આજીનદીમાં પાણી ભરાયાની જાણ થતા હું અને અમારી ટીમ તુરંત ત્યાં પહોંચી ગયા હતા. રામનાથ મંદિરના શિવલીંગ ઉપરથી પાણી વહી રહયું હતુ. તુરંત જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. સ્થાનીક લોકોને કોઇ પરેશાની ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોઇ અવર-જવર ન કરે તે માટે મંદિરની ફરતે ફેન્સીંગ બાંધી દેવામાં આવી હતી.

આ ઉપરાંત રહેવાસીઓને કોઇ તકલીફ ન પડે તે માટે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી હતી.  આજે પણ તંત્રની ટીમ વોચ રાખશે તેમ જણાવાયું હતુ.

(1:17 pm IST)