Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વોર્ડ નં.૧૩ કોંગ્રેસે નક્કર કામગીરી કરી : માત્ર વાતો નહિ

કોરોનાની મહામારીથી બચવા ઉકાળા, ટિફીન વ્યવસ્થા તથા માસ્ક વિતરણ કર્યું છે : ભાજપને જવાબ આપતા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર

રાજકોટ, તા. ૭ : કોંગ્રેસના આગેવાનો -કોર્પોરેટરો કોરોના નામે રાજકારણ નથી કરતા, પરંતુ ભાજપના આગેવાનો એ આંખે પાટા બાંધ્યા છે. તાઇફા સિવાય બીજું કંઇ દેખાતું નહિ હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આક્ષેપ કર્યો હતો.

આ અંગે જાગૃતિબેનએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટની અંદર કોરોના મહામારીના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે ભાજપના આગવાનો કોંગ્રેસના ધરણાને ધતીંગ ગણી રહ્યા છે, પરંતુ આ મહામારીના સમયમાં અને લોકડાઉનમાં લોકોની મદદ કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનોની મદદ સતત ૭૦ દિવસ સુધી રાજકોટની જનતાની પડખે ઉભી રહીને કરી છે. લોકોને વોર્ડ નં.૧૩ કોંગ્રેસ દ્વારા લોક-ડાઉનમાં કીટ વિતરણ પ૦૦ લોકોની ટીફીનની વ્યવસ્થા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સેનેટાઇઝર, સફાઇ અને રોજની મુલાકાત અમો દ્વારા લેવામાં આવતી. લોકડાઉનના પ્રથમ દિવસથી જ માત્રને માત્ર પ્રજા હિતના સેવા-કાર્યો ચાલુ રાખેલ હતાં.

આ ઉપરાંત મ્યુ. કમિશનરને માસ્કના દંડ ન વસુલવા માટે રજૂઆત કરવામાં આવેલ. વોર્ડ નં.૧૩માં આયુર્વેદીક વિતરણ તથા વિના મૂલ્યે એન-૯પ માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.૧૩માં તમામ કોરોનાના પોઝીટીવ કેસોની રૂબરૂ મુલાકાત લીધેલ છે અને હાલ પણ લેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઉપર ખોટા આક્ષેપો અને નિવેદન બાજી બંધ કરવા જાગૃતિબેન ડાંગરે ચીમકી ઉચ્ચારી હતી.

(3:12 pm IST)