Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નશાયુકત પદાર્થની પડીકી સાથે ઝડપાયેલ આરોપીને જામીનમુકત કરતી સેસન્સ કોર્ટ

રાજકોટ, તા. ૭ : નશાયુકત પડીકી સાથે ઝડપાયેલ આરોપી (અરજદાર) રંજનરાય ખતીશ ચંદ્રરાયને રાજકોટની સેસન્સ કોર્ટે રૂ. ૧પ૦૦૦/- (પંદર હરજારના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત મુજબ

રાજકોટ શહેર માલવીયા નગર પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે તા. ૨૫/૦૬/૨૦૨૦ ના રોજ બનેલ બનાવની ફરિયાદ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં આરોપીએ પોતાના કબજા ભોગવટાવાળી દુકાનમાં કાઈપણ જાતના પાસ પરમીટ કે આધાર કે લાયસન્સ વગર ગેરકાનુની રીતે તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધીના મની શીલ પેક પડીકીઓમાં રહેલ પદાર્થ કે જેમાં માદક પદાર્થ કેનાબીઝના સક્રિય દ્યટકો વાળી કુલ ૧૨૭ મોટા પેકેટો જે એક પેકેટનું વજન ૨૦૦ગ્રામ જે એક પેકેટમાં નાની ૪૦ પડીકીઓ મળી કુલ પડીકી નંગ ૫૦૮૦ જે એક પડીકીનો પદાર્થનું વજન પ ગ્રામ ના હિસાબે ફુલ વજન ૨૫,૪૦૦ કિ. ગ્રા. કુલ કિંમત રૂમ. ૫,૦૮૦/- નો મુદામાલ ગેરકાયદેસર રોતે વેંચાણ કરવાના હેતુસર રાખી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાયેલ હતી.

અન્ય આરોપીના નિવેદનના આધારે આ કામના અરજદાર રંજનરાય ખતીશચંદ્રરાય ની તા. ૨૯-૦૬-૨૦૨૦ ના રોજ માલવીયા નગર પોલીસે ધરપકડ કરેલ. આ કામના અરજદાર રંજનરાય ખતીશચંદ્રરાયની ધરપકડ બાદ નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ રીમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં નામદાર કોર્ટ ચાર દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરેલ, રીમાન્ડ પુરી થયા બાદ અરજદારને રાજકોટ જિલ્લા જેલ રાજકોટ ખાતે  મોકલી આપવામાં આવેલ.

અરજદાર / આરોપીએ રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જમીન અરજી ગુજારેલ, અરજદાર રંજન રાય ખતીશચંદ્ર ચંદ્રરાયનું એફ. આઈ.આર.માં નામ ન હોય માત્ર અન્ય આરોપીઓના નિવેદન માત્રથી અરજદાર / આરોપીની ધરપકડ કરેલ હોય, જે નિવેદન ગ્રાહ્મય રાખી શકાય નહિ તેમજ અરજદાર/ આરોપી પાસેથી કોઇપણ પ્રકારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ નથી. અને તમામ પ્રકારની રીકવરી અને ડિસ્કવરી થઇ ગયેલ હોય તેવી યુવા ધારાશાસ્ત્રી કૌશિક એમ. ખરચલીયાની નામદાર કોર્ટે ગ્રાહ્મય રાખીને તથા વિવિધ નામદાર કોર્ટ તથા સુપ્રિમ કોર્ટના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાને રાખીને રાજકોટના મહે, ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્શ કોર્ટે અરજદાર /આરોપોને રૂ. ૧૫,૦૦૦/- ના જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે,  સદરહુ કામે અરજદાર / આરોપી વતી રાજકોટના યુવા ધારાસાસ્ત્રી કૌશિક એમ. ખરચલીયા, ઇમરાન હિંગોરજા તેમજ તેજસ એમ. ખરચલીયા રોકાયા હતા.

(3:13 pm IST)