Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પી.પી.પંડયાની જન્મશતાબ્દી વર્ષ અંતર્ગત આર્થિક નબળા કર્મચારીઓને રાશનકીટ વિતરણ

જયાબેન ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના રોજમદાર કર્મી.ઓને સહાય

રાજકોટઃ પ્રસિધ્ધ પુરાતત્વવિદ શ્રી પી.પી. પંડ્યા જેમણે પ્રાગૈતિહાસિક ઐતિહસિક સમયના ૨૦૦ ઉપરાંત સંશોધનો કરી સૌરાષ્ટ્રને દેશના પુરાતત્વીય ઈતિહાસમાં નોંધનીય સ્થાન અપાવ્યુ. ૮ નવેમ્બર ૨૦૧૯ થી ૮ નવેમ્બર ૨૦૨૦ ગુજરાતમાં સૌથી વધુ પુરાતત્વીય સંશોધનો કરનાર વતન પરસ્ત પુરાતત્વવિદનું જન્મશતાબ્દી વર્ષ છે. તે અનુસંધાને કોરોનાની મહામારી ધ્યાન પર લઈ પ્રવર્તમાન પરીસ્થિતીમાં જરૂરીયાતમંદોને મદદરૂપ થવા શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રોજમદાર અને ચોથા વર્ગના  કર્મચારીઓને સહાયરૂપ થવા ગત મે મહિના દરમ્યાન ઘઉં, ચોખા, ખીચડી, તુવેર દાળ, ચણાદાળ અને તેલ સાથે બનાવેલ રાશન કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. તે જ પ્રમાણે બીજીવખત ૬ ઓગષ્ટને ગુરૂવારના રોજ બીજીવખત આ આર્થિક નબળા કર્મચારીઓને યુનિવર્સિટીના વાઈસચાન્સેલર ડો.નીતિનભાઈ પેથાણી, પ્રો.વાઈસચાન્સેલર ડો.વિજયભાઈ દેશાણી, સીન્ડીકેટ સભ્યો ડો.ધરમભાઈ કાંબલીયા, ડો.ગીરીશભાઈ ભીમાણી, શિક્ષણવિદ્યાશાખાના ડિન ડો.નિદત્તભાઈ બારોૃટ, જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગટ્રસ્ટી શ્રી પરેશ પંડયા, યુનિવર્સિટી કર્મચારી યુનિયનના અગ્રણીઓ  ઈન્દુભા ઝાલા, બીશુભાઈ વાંક, શ્રી નિલેશભાઈ ટાંકના હસ્તે રાશનકીટનું વિતરણ કરાયેલ હતુ.મહાનુભાવોએ આ સમયે વિદ્વાન પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયાના મહાન સંશોધન કાર્યોને યાદ કરી સ્મરણાંજલી અર્પેલ હતી અને શ્રી જયાબહેન ફાઉન્ડેશનના સેવા કાર્યની સરાહના કરેલ હતી.નોન ટીચીંગ સ્ટાફ યુનિયન અગ્રણીઓએ સમગ્ર વ્યવસ્થા સંભાળી રાશનકીટ વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરેલ હતું.

(3:14 pm IST)