Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મોલ-હોટલ-ઇન્ડસ્ટ્રીઝ સહિતના ૯૦ સ્થળોએ ડેન્ગ્યુ રોગચાળો ફેલાવતી બેદરકારી ખુલી

રીલાયન્સ મોલ, ડી માર્ટ , જડુશ, બીનાકા રેસ્ટોરન્ટ, લીજ્જત પાપડ તથા કિંગ પેલેસ હોટલ વગેરે જગ્યાએ મચ્છરોના પોરા તથા બેદરકારી બદલ રૂ. ૨૪ હજારનો દંડ અને નોટીસ ફટકારાય

રાજકોટ,તા.૭: ચોમાસાની  ૃસીસ્ટમની શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા સહિતના રોગચાળો અટકાવવા આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ મોલ, હોટલ તથા ઇન્ડસ્ટ્રીઝ સહિતના ૧૩૦ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન ૯૭ જગ્યાએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ ફટકારી રૂ. ૨૪ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ડેન્ગ્યુ ફેલાવતા એડિસ ઇજીપ્તી મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાન બહોળા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત હોય તેવા સ્થળોએ ડેન્ગ્યુ રોગ ફેલાવવાની સંભાવના વદ્યુ રહે છે. મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે માન. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સુચના અન્વયે આરોગ્ય શાખા દ્વારા આવી પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્૫તિ સબબ ખાસ ચેકીંગ હાથ ઘરે છે. આ ચેકીંગ અભિયાન સંદર્ભે તા.૦૬ ઓગસ્ટ દરમ્યાન મોલ, હોટલ અને ઇન્ડસ્ટ્રીઝ સહિતનાં ૧૩૦ સ્થળોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ નીચે

૯૦ જગ્યામાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ  તથા રૂ. ૨૪ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સ્થળોએ મચ્છરોના પોરા -બેદરકારી ખુલ્લી

ફોર્ચ્યુન હોટેલ  – ૧૫૦ ફુટ રીંગ રોડ,રીલાયન્સ મોલ – ૧૫૦ ફુટ રીંગ રોડ , ડી માર્ટ – કાલાવડ રોડ

જડુશ – કાલાવડ રોડ , રિજેન્ટા – કાલાવડ રોડ   લીજજત પા૫ડ – ૧૫૦ ફુટ રીંગ રોડ  પ્રેમ વાટીકા – ૧૫૦ ફુટ રીંગ રોડ , કે. કે. હોટલ – કોટેચા ચોક, બીનાકા રેસ્ટોરેન્ટ – રાજનગર ચોક, બાલાજી ડાઇનીંગ હોલ – સત્યસાંઇ રોડ , સ્વાદ ડાઇનીંગ હોલ – સત્યસાંઇ રોડ   , એન્જલ મદ્રાસ કાફે – અક્ષર માર્ગ, સેલવાસ સાઉથ ઇન્ડ. – સાધુવાસવાણી રોડ , દાવત ફેમીલી – સાધુવાસવાણી રોડ , મોન્સ ઢોસા પાર્લર – સાધુવાસવાણી રોડ , લકકી રેસ્ટોરેન્ટ – સાધુવાસવાણી રોડ , જાનકી ફાસ્ટ ફુડ – બાલાજી હોલ, ગીરીરાજ રેસ્ટોરેન્ટ – મવડી ચોકડી , રોયલ સીલ્વર – ૧૫૦ ફુટ રીંગ રોડ , મધુભાઇ ચેવડાવાળા – કુવાડવા રોડ , શ્રી રામ સ્ટીલ કાસ્ટીંગ – અટીકા , મારૂતી પ્રોડકટ – અટીકા , કલ્યાણ ઇન્ડસ્ટ્રીઝ – અટીકા, ડેલ્ટા – હાઇડ્રોલીક – અટીકા , રવી પેલેસ હોટલ – સદરબજાર વન વે , પાર્ક ઇન હોટલ – સદરબજાર વન વે , જેનીસ પેલેસ – સદરબજાર વન વે , પંકજ રેસ્ટોરેન્ટ – ગીરનાર સિનેમા સામે, સહજાનંદ રેસ્ટોરેન્ટ – કસ્તુરબા રોડ , વાત્સલ્ય હોટલ – કનક રોડ , સીટી પેલેસ – કરણ૫રા , ઇન્જોય હોટલ – જંકશન શેરી નં. ૧૫ , ગુડલક ગેસ્ટ હાઉસ – જંકશન શેરી નં. ૧૫, સ્વામીનારાયણ ફરસાણ – જંકશન મે. રોડ , અમૃત રેસ્ટોરેન્ટ – જંકશન મે. રોડ , ગુરૂકૃપા રેસ્ટોરેન્ટ – જંકશન મે. રોડ , ઘનશ્યામ રેસ્ટોરેન્ટ – જંકશન મે. રોડ, શ્યામ ચાઇનીઝ પંજાબી – સ્વામીનારાયણ ચોક, મહીરાજ રેસ્ટોરેન્ટ – ગોંડલ રોડ , આન હોન્ડા – કુવાડવા મે. રોડ , દિ૫કકુમાર એન્ડ સલ્સ – કુવાડવા રોડ , ધિરજ ફરસાણ – કુવાડવા રોડ , સોરઠીયા રેસ્ટોરેન્ટ – કુવાડવા રોડ , અજય વાઈકેનાઇઝ – કુવાડવા રોડ , બાલાજી રેસ્ટોરેન્ટ – ભાવનગર રોડ , કિષ્ના હોટલ – આજીડેમ , આનંદ રેસ્ટોરેન્ટ – નેશનલ હાઇવે , શિવશકિત ટી સ્ટોલ – નેશનલ હાઇવે , સોમનાથ હોટલ – ભાવનગર રોડ , વેણુ હોટલ – કોઠારીયા મે. રોડ , અતુલ આઇસ્ક્રીમ – કોઠારીયા મે. રોડ , પાલવ આઇસ્ક્રીમ – કોઠારીયા મે. રોડ , મુરલીધર ચેમ્બર – સ્વાતિપાર્ક મે. રોડ , ગણેશ રેસ્ટોરેન્ટ – ગોંડલ રોડ ,ક્રિષ્ના વે બ્રીજ – સ્વાતિપાર્ક મે. રોડ , ફેન્ડસ એન્ડ કાર્ડ – ૧૫૦ ફુટ રીંગ રોડ , કિષ્ના રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ , રેડ એપલ હોટલ – સાધુવાસવાણી રોડ , ઓમ ફેમીલી હોટલ – સાધુવાસવાણી રોડ , શ્રી બજરંગ ઠોસા – સાધુવાસાવાણી રોડ , જય સોમનાથ રેસ્ટોરેન્ટ – સાધુવાસવાણી રોડ , રવેચી હોટલ – બાલાજી હોટ , મટુકી હોટલ – પુનિતનગર વાવડી , હોટલ ક્રિષ્ના પાર્ક – પુનિતનગર વાવડી , ખોડિયાર ડાઇનીંગ હોલ – મવડી ચોકડી, શિવ ટાયર – પાટીદાર ચોક , ગેલેક્ષી મોર્ટસ – બોમ્બે હા. બોર્ડ , એ. – વન બાંદ્યકામ સાઇટ – નંદનવન, ગોલ્ડનવ્યુ બાંધકામ સાઇટ – નંદનવન, ટી સ્ટોલ – ૮૦ ફુટ રોડ , ઇન્ડસ્ટ્રીઝ – ૮૦ ફુટ રોડ , ઇન્ડિયા પ્રિન્ટર – શકિત ઇન્ડ. એરીયા, વરૂડી પ્રિન્ટ – શકિત ઇન્ડ. એરીયા , ઇમીટેશન વાળા – કુવાડાવા રોડ , આસ્થા હોસ્પિટલ – કુવાડવા રોડ , ખોડીયાર ડેરી – કુવાડવા રોડ, ભગીરથ સોસા -  બાંદ્યકામ સાઇટ  ,સિધ્ધિ વિનાયક ફોર્ડ વર્કશો૫ – કુવાડવા રોડ,સુપ્રિમ પ્રોડકસ ગોડાઉન – જુનો મોરબી રોડ ,સિલ્વર બેકરી – કોઠારીયા મે. રોડ ,ડિવાઇન હોસ્પિટલ – કોઠારીયા મે. રોડ ,ન્યુ રાજમંદિર રેસ્ટોરેન્ટ – કોઠારીયા રીંગ રોડ ,ઇન્ડ ગ્રીન ટેક પ્રોલી. પ્રોડકટ – કોઠારીયા રીંગ રોડ ,મહાદેવ ડ્રિંકીંગ વોટર – રિઘ્દ્યિ સિઘ્દ્યી સોસા. મે. રોડ,યશ હોટેલ – કરણસિંહજી મે. રોડ ,નોવા હોટેલ – કરણ૫રા ,પ્લે હોટેલ – કરણ૫રા ,કિંગ પેલેસ હોટેલ – કાન્તા સ્ત્રી વિકાસ પાસે સહિતના સ્થળોનો સમાવેશ થાય છે.

(3:15 pm IST)