Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રણુજા મંદિર પાસે ખનીજચોરીનું કોૈભાંડ પકડતી શહેર એસઓજીઃ ૬૦ લાખના મુદ્દામાલ સાથે પાંચ પકડાયા

પીઆઇ આર.વાય. રાવલ અને ટીમે દરોડો પાડ્યોઃ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી

રાજકોટ તા. ૭: શહેર એસઓજીએ ખનીજ ચોરીનું કોૈભાંડ ઝડપી લઇ પાંચ શખ્સોને સકંજામાં લઇ લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કોઠારીયા રણુજા મંદિરથી આગળ લાપાસરીમાં આવેલી સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે ટોળકી કપચી ચોરીનું કારસ્તાન આચરી રહી હોવાની માહિતી મળતાં સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ આર.વાય. રાવલ અને ટીમે દરોડો પાડ્યો હતો.

જાણવા મળ્યા મુજબ લાપાસરીમાં સરકારી ખરાબાની જગ્યામાં બેફામ ખનીજચોરી થઇ રહ્યાની માહિતી મળતાં પીઆઇ આર.વાય. રાવલ તથા હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર,અજયભાઇ શુકલા, હિતેષભાઇ,  રણછોડભાઇ, નિખીલ પીરોજીયા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસે ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલા ૬૦ લાખના બે જેસીબી નં. જીજે૦૩એચ...-૨૩૯૬, જીજે૦૩એચ...-૧૬૫૬, બે ડમ્પર જીજે૦૩બીડબલ્યુ-૭૫૫૬, જીજે૦૩એઝેડ-૦૪૨૮, ૧૦૫૦ મેટ્રીક ટન ચોરેલી ખનીજ (મોરમ) કિંમત રૂ. ૧,૫૭,૫૦૦ મળી કુલ રૂ. ૬૧,૫૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી  ચાર ડ્રાઇવર અને એક સુત્રધાર સહિત પાંચને સકંજામાં લઇ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને રિપોર્ટ સાથે સોંપ્યા હતાં. કબ્જે થયેલો મુદ્દામાલ આજીડેમ પોલીસ મથક ખાતે સીઝ કરાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે રવુભા માનવિક્રમસિંહ પરમાર (રહે. ગોલ્ડન પાર્ક કોઠારીયા) તથા ડ્રાઇવરો સુખરામા હિન્દુંભાઇ અજતાર (મુળ એમપી હાલ લાપાસરી), ઇરફાન સોૈહનભાઇ ખાન (મુળ હરિયાણા હાલ લાપાસરી), બબુલ નંદરાજ  (મુળ એમપી હાલ લાપાસરી) તથા પ્રવિણ લાખાભાઇ ડામોર (રહે. દાહોદ, હાલ લાલ પાર્ક એંસી ફુટ રીંગ રોડ)ને સકંજામાં લઇ ખાણ ખનીજ ખાતાને સોંપવા તજવીજ કરી હતી.

(4:09 pm IST)