Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જુના માર્કેટ યાર્ડની ઓફીસમાં જૂગાર રમતા છ પકડાયા

બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇ જોગડા અને હીતેષભાઇ કોઠીવાળની બાતમી

રાજકોટ તા. ૭ :. શહેરના માર્કેટીંંગ-યાર્ડમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે બી. ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી  ઓફીસમાં જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ  શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ. બી. ઓસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર હેડ કોન્સ. હિતેષભાઇ જોગડા તથા હિતેષભાઇ કોઠીવાળ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે હિતેષભાઇ જોગડા અને હિતેષભાઇ કોઠીવાળને મળેલી બાતમીના આધારે જૂના માર્કેટ યાર્ડમાં મહેશ જગદીશભાઇ સોઢા (રહે. ગાયત્રીનગર ૪-૧ર નો કોર્નરા થી ઓફીસમાં દરોડો પાડી ઓફીસ ધરાવતા મહેશ સોઢા તથા રવી પ્રવિણભાઇ મજેઠીયા (રહે. ઇન્દ્રપ્રસ્થ-ર મોરબી રોડ), કીશન બટુકભાઇ બદુકીયા (ઉ.૩૦) (રહે. નાકરાવાડી) હીરેન પ્રભુભાઇ ડોડીયા (ઉ.૩૮) (રહે. નંદુબાગ સોસાયટી), મુકેશ પોપટભાઇ વાઢેર (ઉ.૩૯) (રહે. વણજારા ગામ), વિપુલ પરસોતમભાઇ નાકીયા (ઉ.રપ) (રહે. ઠીકરાવાળા ગામ) ને પકડી લઇ રૂ. ર૮૭૮૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:50 pm IST)