Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પૂ. ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામ (નાલંદા ઉપાશ્રય) ખાતે જીવન જરૂરી ૧૮ વસ્તુઓનું વિતરણ

રાજકોટ તા. ૭ :.. ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્રા. પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી મહેકતુ માનવ રાહત સોનલ સદાવ્રત ચાલે છે. ૧ર વર્ષ થયા સોનલ સારવાર સહાય ચાલે છે. હાલની કારમી મોંઘવારીને ધ્યાનમાં લઇ પૂ. મોટા મહાસતીજીના પરમ ભકતો તથા દાતાઓના સૌજન્યથી આ માનવ સેવા પારદર્શકપણ પૂ. સોનલબાઇ મહાસતીજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ છે. જેમાં આજે સવારે સાતમ-આઠમના તહેવારને  અનુલક્ષીને તેલ, ખાંડ, ગોળ, મમરા, પૌવા, મકાઇના પૌવા, રવો, મેંદો, મોતીચુર, સોનપાપડી, બોમ્બે હલવો ચવાણું, તીખા ગાંઠીયા, ચેવડો, છાશ, આદી વસ્તુઓનું વિતરણ કરવામાં આવેલ. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવેલ.

આવી રહ્યા છે આ પાવન દિવસોમાં નાલંદા તીર્થધામમાં ચાલતુ સોનલ સદાવ્રતનો લાભ લેવા વિનંતી કરી છે.

આ પ્રસંગે મુખ્ય પ્રદાતા ગીરધરભાઇ ગાંધી, રમેશભાઇ દોશી, આર. આર. બાવીસી પરીવાર વિ. ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વિગતો માટે ફોન (૦ર૮૧)  રપ૭૧૧૩૬ નાલંદા ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)