Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ટી-સ્ટોલ, ઇંડાની લારી તથા બોલેરો અને ઇકો કાર ચાલકો સહિત ૫૫ની જાહેરનામા ભંગ બદલ ધરપકડ

કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં ઘરની બહાર નીકળનાર ૧૮ ઝપટે ચડ્યા

રાજકોટ,તા. ૭: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાંથી ૧૮ સહિત ૫૫ લોકોને પકડી કાર્યવાહી કરી હતી.

એ ડીવીઝન પોલીસે ગોડાઉન રોડ લક્ષ્મીનગરના નાલા પાસે રાત્રે ઇંડાની લારી ખુલ્લી રાખી વેપાર કરતા બોદુ રહેમાનભાઇ રીંગળીયા, ઇમરાન સતારભાઇ કોઢીયા, ત્રીકોણબાગ પાસે ખેતલાઆપા ટી સ્ટોલ રાત્રે ખુલ્લી રાખી વેપાર કરતા અલ્પેશ રાણાભાઇ ગોહેલ, રેકડી રાખી વેપાર કરતા મહેશ રામજીભાઇ ચનુરા, તથા કન્ટેઇનમેન્ટ ઝોન ચંપકનગર શેરી નં.૧માંથી ચિરાગ રમેશભાઇ ચભાડીયા, ત્રિવેજ્ઞી ગેઇડ પાસેથી બાઇક પર ત્રિપલ સવારી નીકળેલા આંબલીયાર, દીનુ કલાભાઇ હટીલા, કન્ટેઇન મેન્ટ  ઝોન કૈલાશધારા સોસાયટી શેરી નં. ૩/૫ માંથી નરેન્દ્ર નાગજીભાઇ બાંભવા, નંદલાલ નાગજીભાઇ બાંભવા તથા થોરાળા પોલીસે પોલીસ સ્ટેશન સામેથી બુફાન જીપમાં નવ પેસેન્જર લઇને નીકળેલા જયદીપ લખમણભાઇ પેથાણી, બાલકૃષ્ણ સોસાયટી મેઇન રોડ પર પટેલ પાન નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા જગદીશ પ્રેમજીભાઇ મુછારા, તથા ભકિતનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન કોઠારિયા રોડ મેહુલનગર શેરી નં. ૬માંથી નિખીલ હસમુખભાઇ જીવરાજીણી ન્યુ. ખોડીયાર મેઇન રોડ પર આશુતોષ પ્રોવીઝન સ્ટોરની સામેથી નિલેશ ચીમનભાઇ ફનુકીયા, શીતલબેન નિલેષ ફનુકીયા, કિશોર મગનભાઇ ખેરાડીયા, આનંદનગર પંચવટી-૩ માંથી નંદલાલ ત્રિભુવનભાઇ કવા, કોઠારિયા રોડ પરથી રિક્ષામાં ચાર પેસેન્જર બેસાડી નીકળેલા રાજેશ દામજીભાઇ જાદવ, તથા કુવાડવા રોડ પર સાત હનુમાન મંદીર પાસેથી રાજેશ વિનુભાઇ દેશાણી, મુકેશ જયંતીભાઇ કોણપરા તથા આજીડેમ પોલીસે કોઠારિયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશનની સામેથી રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા હરપાલસિંહ નાથુભા ઝાલા, કન્ટેઇનમેન્ટ ઝોન રાધેશ્યામ પાર્ક પાસેથી અશ્વીન મોહનભાઇ વાગડીયા, પટેલ પાર્ક શેરી નં.૧માંથી હરી ભીખાભાઇ મારૂ, પોલીસ સ્ટેશન સામેથી રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા હીરેન કેસરીસિંહ હેરમા, આજીડેમ ચોકડી પાસેથી રીક્ષામાં પાંચ મુસાફરો બેસાડી નીકળેલા વીરમ વીહાભાઇ સરૈયા, રીક્ષા ચાલક જીવણ રામાભાઇ ફાંગલીયા, તથા માલવીયાનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન  અલ્કા સોસાયટી શેરી નં.૨ નટરાજ કોમ્પલેક્ષ પાસેથી સંજય નાથાભાઇ મકવાણા, ચેતન વીઠ્ઠલભાઇ પટોળીયા, ગોંડલ ચોકડી પાસેથી ઇકો કારમાં ચાર પેસેન્જર બેસાડીને નિકળેલા નારણ લખમણભાઇ રાઠોડ, કન્ટેઇનમેન્ટ ઝોન અલ્કા સોસાયટી નટરાજ કોમ્પલેક્ષ પાસેથી જીજ્ઞેશ વીઠ્ઠલભાઇ પાદરીયા, શ્યામનગર શેરી નં. ૧/૩માંથી ભરત ઘોઘાભાઇ પાટડીયા, તથા પ્રનગર પોલીસે રીક્ષામાં પાંચ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલક વિકાસ ઉપેન્દ્રભાઇ પરમાર, ઇકો કારમાં સાત મુસાફરોને બેસાડીને નીકળેલા અલ્તાફ ઇસ્માઇલભાઇ કાસમાણી, જંકશન પોલીસ ચોકી પાસેથી રીક્ષાચાલક વાલજી વિશાળભાઇ પરમાર, કન્ટેઇનમેન્ટ ઝોન-શ્રોફ રોડ પર ગેલેક્ષી એપાર્ટમેન્ટ પાસેથી રામકૃષ્ણ વજુભાઇ ઓડેસરા, રેલનગર લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાંથી સુરેશ થાવરદાસભાઇ રાજણી, તથા ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસેથી રીક્ષામાં પાંચ પેસેન્જર બેસાડી નીકળેલા ઘેલા ગભરૂભાઇ ભરવાડ, રીક્ષાચાલક નીલેશ રતીલાલભાઇ વાવેસા, કન્ટેઇનમેન્ટ ઝોન ગાંધીનગર શેરી નં.૩માંથી બકુલ મનસુખભાઇ પરમાર, ભારતીનગર શેરી નં.૧માંથી નીતીન જયંતીભાઇ પરમાર, રૈયા ચોકડી પાસે શકિત પાન નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર ઇશ્વર હરપાલદાસ હરવાણી, તથા તાલુકા પોલીસે નાના મવા રોડ પર દ્વારીકાધીશ  ટી-સ્ટોલ નામની દુકાનમાં ગ્રાહકોને એકઠા કરનારા જીણા થોભણભાઇ ટારીયા, અવધ ચોકમાંથી મધુરમ પોવીઝન સ્ટોર પાસે ગ્રાહકો એકઠા કરનાર ભરત ડાયાભાઇ કરકર, કાલાવડ રોડ પર કોસ્મો ચોકડી પાસે તુફાન જીપમાં વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા ચાલક હીતેશ ભગવાનજીભાઇ હાપલીયા, ઇકો કારમાં વધુ પેસેન્નર બેસાડીને નિકળેલા દિનેશ ભુપતભાઇ હાપા, ઇકો ચાલક રવજી બચુભાઇ સોંદરવા, મારૂતીવેનમાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલક મયુર લક્ષ્મણભાઇ હરસોડા, પાટીદાર ચોક પાસેથી બાઇક પર ત્રિપલ સવારી નિકળેલા સુભાષ વિનોદભાઇ ગાધેર, સાગર વિનોદભાઇ ગાધેર, મોહીલ વિનોદભાઇ ગાધેર, બીજા બાઇક પર ત્રિપલ સવારી નીકળનારા રૂડા ભાભલભાઇ વકાતર, ભરત સુખાભાઇ ટોપટા, જયદીપ સુખાભાઇ ટોપટા, તથા યુનિવર્સિટી પોલીસે જયોતીનગર મેઇન રોડ પર એસ.એન.કે. સ્કુલ પાછળ રિધ્ધી એપાર્ટમેન્ટ નીચે ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર અરજણ મુળુભાઇ કરગીયા અને જયેશ જીવણભાઇ જાદવને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)