Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મૃતદેહનો થશે પીએમ : પરિવારજનોની મંજુરી જરૂરી: ગુજરાતમાં પ્રથમ રાજકોટને મંજુરી

 રાજકોટ: શહેરમાં કોરોના ને લઈને મહત્વના સમાચાર આવ્યા છે . સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે.  ગુજરાતમાં પ્રથમ રાજકોટને મંજૂરી મળી છે. આ પીએમ રિપોર્ટ માટે પરિવારજનોની મંજુરી જરૂરી છે.  વાયરસની તીવ્રતા , તેની અસરનો કરાશે અભ્યાસ.

કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર વિશ્વ એકજુથ થઈને લડી રહ્યું છે . ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે . તેવા સમયે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ માટે ખૂબ જ સારા સમાચાર છે . સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે . આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા - ક્યાં આંતરિક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે . જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પદ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજય હાંસલ કરી શકાશે . આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે .

(9:10 pm IST)