Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લોકડાઉન અને કોરોનાની સ્થિતિમાં અસરકારક શિક્ષણ આપનાર કણસાગરા મહિલા કોલેજને શ્રેષ્ઠ કોલેજનું બહુમાન મળ્યુ

૭.૪૫થી પ્રાર્થના રાષ્ટ્રગીત અને રાબેતા મુજબ શિક્ષણ કાર્ય થયુ : પ્રિન્સીપાલ કાલરીયા

રાજકોટ, તા. ૭ : શિક્ષક દિને ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપતી કોલેજો તથા અધ્યાપકોને ઓનલાઈન સન્માનિત કરવામાં આવ્યા. જેમાં રાજકોટની પી.ડી. માલવીયા બી.એઙ કોલેજના પ્રો. ઈલાબેન વિરાણીને શ્રેષ્ઠ અધ્યાપક તેમજ રાજકોટની કણસાગરા મહિલા કોલેજ અને સુરેન્દ્રનગરની શ્રી એમ.પી. શાહ આટ્ર્સ એન્ડ સાયન્સ કોલેજનો સમાવેશ થાય છે.

શિક્ષક દિને એક રાજયકક્ષાનો વેબીનાર  યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ શ્રી અંજુ શર્મા, કુલપતિ બળવંત જાની, જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો.વિદ્યુત જોષી સહિતના ઉપસ્થિત હતા.

કોરોના મહામારી તેમજ લોકડાઉનની કપરી સ્થિતિમાં કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ રાજેશ કાલરીયાના વડપણ હેઠળ તમામ અધ્યાપક ટીમોને છાત્રાઓને નિયમીત શિક્ષણકાર્ય કરાવ્યુ. ઓનલાઈન શિક્ષણને સમજવા માટે ત્રણ દિવસ ઘનિષ્ઠ તાલીમ તમામ પ્રોફેસરોને આપવામાં આવી હતી. લોકડાઉનમાં અધ્યાપકોએ કોલેજ પર આવીને વિડીયો - પીપીટી બનાવ્યા. કોલેજના નિયમીત સમયપત્રક મુજબ જ વર્ગશિક્ષણ થયુ અને એસાઈમેન્ટ્સ આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓની રોજીંદી હાજરી અને થયેલા શિક્ષણ કાર્યનો રેકર્ડ રાખવામાં આવ્યો. યુ ટ્યુબ ચેનલ પણ શરૂ કરવામાં આવી.

કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ રાજેશ કાલરીયાએ જણાવ્યુ છે કે કોલેજમાં જે રીતે થતુ શિક્ષણકાર્ય કરવામાં આવ્યુ. જેમાં પ્રાર્થના, રાષ્ટ્રગીત, વિદ્યાર્થીઓના તકતવ્ય રાબેતા મુજબ ૭.૪૫ના સમયે જ ઓનલાઈન થયા હતા. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કિરણભાઈ પટેલ, બીજલ દામાણી, યુનિવર્સિટીના પ્રો.મહેશ જીવાણીનો આભાર વ્યકત કર્યો છે.

(3:08 pm IST)