Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટ વોર્ડ નં. ૨ માં રામેશ્વર ચોક ખાતે મહાનગરપાલિકા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો : ૧૦૦ વ્યક્તિઓના એન્ટીજન ટેસ્ટ કરાયા

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે જે અંતર્ગત કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા.૬-૯-૨૦૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૨ માં રામેશ્વર ચોક ખાતે આજુબાજુના વિસ્તારના લોકોના  સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર એન્ટીજન ટેસ્ટ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં શ્રીજી નગર, ચંદ્ર નગર, શ્રેયસ (વેસ્ટ) અને રામેશ્વર ચોકના રહેવાસીઓનું સ્ક્રિનિંગ, ટેમ્પરેચર, SPO2 થી પલ્સ ચકાસણી કરવામાં આવી હતી તેમજ ૧૦૦ લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા હતા, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ કેમ્પ દરમ્યાન આરોગ્ય સમિતિના ચેરમેન

જયમીનભાઈ ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન  મનીષભાઈ રાડીયા, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન અને વોર્ડ નં. ૨ પ્રભારી  નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ અતુલભાઈ પંડિત, મહામંત્રી દશરથભાઈ વાળા, મહામંત્રી ભાવેશભાઈ, ઉપપ્રમુખ રાજુભાઇ પારેખ,  ગુલાબસિંહ જાડેજા,

નિલેષભાઈ,  દિપાબેન કાચા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

આજે યોજાયેલા મેડિકલ કેમ્પમાં મનપાના વોર્ડ ઓફીસરશ્રી, વોર્ડ પ્રભારીશ્રી અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

(8:06 pm IST)