Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

દિલીપ ગાંધી અલવિદા : રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી કોરાનોનો ભોગ

રાજકોટ, તા., ૭: જિલ્લા ભાજપના ભુતપુર્વ મહામંત્રી શ્રી દિલીપ ગાંધી (ઉ.વ.૬૪)નું આજે સવારે કોરોનાની સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. તેઓ વીસેક દિવસથી કોરોનાગ્રસ્ત બન્યા હતા. સિવિલ હોસ્પીટલમાં લાંબો સમય સારવાર લીધા બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી ખાનગી કોવીડ હોસ્પીટલમાં ખસેડાયેલ. છેલ્લા દિવસ સુધી વાતચીત કરી શકે તેટલા સ્વસ્થ રહેલ પરંતુ ગઇકાલે રાતથી અચાનક તબીયત લથડવા લાગેલ.  ડાયાબીટીસની બીમારી રિકવરીમાં અવરોધક બનતી હતી. ગઇકાલ રાતથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ. સવારે ઓકિસજનનું લેવલ વધુ પડતુ ઘટી જતા તેમણે અંતિમશ્વાસ ખેંચ્યા હતા.

સ્વ.શ્રી દિલીપ ગાંધી ત્રણ ટર્મ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ એક ટર્મ પડધરી વિસ્તારમાંથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રહયા હતા. સંગઠન પર્વમાં ઇન્ચાર્જ હતા.  જુદી જુદી ચુંટણીઓમાં તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. ખુબ મળતાવડા અને હકારાત્મક અભિગમવાળા માનવી હતા. તેમની અણધારી ચિરવિદાયથી પરિવાર અને કાર્યકરોએ આંચકો અનુભવ્યો છે.

(11:44 am IST)