Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

એન્જીનીયરીંગ તથા રીસર્ચ કરવા માટે ફેલોશીપઃ SAT પાસ માટે પણ ઉજળી તક

ગુજરાત, મહારાષ્ટ્ર તથા તમિલનાડુના વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ કરવા માટે તથા E.C.માંB.E./B.Tech. થયેલા દેશના કોઇપણ વિદ્યાર્થી રીસર્ચ માટે સ્કોલરશીપ મેળવી શકે છે ધોરણ ૧૧ તથા ૧રના વિદ્યાર્થીઓને SAT પરીક્ષા તથા ગ્રેજ્યુએશન સંદર્ભે શિષ્યવૃતિ

રાજકોટ તા. ૭ : આજના સમયમાં શિક્ષણ અનિવાર્ય માનવામાં આવે છે ત્યારે બનેત્યાં સુધી શિક્ષણ મેળવવાથી કોઇ વંચિત ન રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્કોલરશીપ-ફેલોશીપ પણ આપવામાં આવતી હોય છે.

હાલમાં એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં એડમીશન લીધેલ હોય, બી.ઇ.બી.ટેક પુરૂ કરી લીધેલ હોય કે પછી SAT પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ હોય તેઓ માટે ઉપલબ્ધ સ્કોલરશીપ ઉપર એક નજર કરીએ તો....

 શેફલર ઇન્ડિયા  હોપ એન્જીનીયરીંગ સ્કોલરશીપ ર૦ર૦-ર૧ અંતર્ગત શેફલર ઇન્ડિયા તેઓના એન્જીનીયરીંગના શિક્ષણ માટે ગુજરાત, મહારાષ્ટ્ર તથા તમિલનાડુ રાજયોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપી રહ્યું છે. આ શિષ્યવૃતિનો હેતુ સમાજમાં આર્થિક રીતે સહયોગ ઇચ્છા વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ આગળ વધારી શકે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવાનો છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ગુજરાત, મહારાષ્ટ્ર તથા તમિલનાડુના જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦માં ધોરણ ૧ર સાયન્સમાં ૬૦ ટકાથી વધુ ટકા મેળવ્યા હોય અને ભારતની કોઇપણ માન્યતા પ્રાપ્ત એન્જીનીયરીંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હોય તેઓ અરજીપાત્ર છે. વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ પ્રોગ્રામ-ડીગ્રીના તમામ વર્ષો દરમ્યાન વાર્ષિક ૭પ હજાર રૂપિયા સુધીની રકમ મળવાપાત્ર થશે.ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૦/ર૦ર૦ છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/STHE2

 PXE-DRDO જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત પ્રુફ એન્ડ એકસપેરીમેન્ટલ એસ્ટાબ્લીસમેન્ટ (PXE), ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા બી.ઇ./બી.ટેક ડીગ્રીધારકો પાસેથી PXE-DRDO જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ માટે અરજી મંગાવવામાં આવી છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓ પાસે ઙ્ગEC એન્જીનીયરીંગમાં માન્ય GATE નો સ્કોર હોય તથા ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગમાં પ્રથમ વર્ગ સાથે બી.ઇ./બી.ટેકની ડીગ્ર હોય તેઓ અરજીપાત્ર છે. ફેલોશીપ માટે ઉમેદવારની ઉંમર ર૮વર્ષથી ઓછી હોવી જરૂરી છે પસંદ થનાર વિદ્યાર્થીઓને માસિક ૩૧ હજાર રૂપિયા તથા HRA મળવાપાત્ર થશે. તારીખ ૧૦/૯/ર૦ર૦ સુધીમાં ઇમેઇલ દ્વારા અરજી કરી શકાય છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/PHE1

 કોલેજ બોર્ડ ઇન્ડિયા સ્કોલર્સ પ્રોગ્રામ ર૦૧૯/ર૦ અંતર્ગત કોલેજ બોર્ડ દ્વારા તેજસ્વી તથા આર્થિક સહયોગ ઇચ્છતા ધોરણ ૧૧ તથા ૧રના વિદ્યાર્થીઓને SAT પરીક્ષા ફીમાં છૂટછાટ અપાઇ રહી છે  SAT પરીક્ષામાં સારો દેખાવ કરનાર ધોરણ ૧રના વિદ્યાર્થીઓને ગ્લોબલ હાયર એજ્યુકેશન એલાયન્સ ઇન્સ્ટીટયુશન્સમાંથી ગ્રેજ્યુએશન ડીગ્રી પ્રોગ્રામ કરવા માટે સંપૂર્ણ શિષ્યવૃતિ પણ મળશે. આ શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા મે-ર૦ર૦ સંદર્ભેની SAT પરીક્ષામાં સારૂ પ્રદર્શન જરૂરી છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓ ર૦૧૯-ર૦માં ધોરણ ૧રમાં ભારતમાં શિક્ષણ લઇ રહ્યા છે. અને જેઓના પરિવારની વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય તથા જેઓ પાસે ેપરીક્ષામાં સારૂ રેન્કીંગ (૧૩પ૦/૧૬૦૦) હોય તેઓ શિષ્યવૃતિ મેળવવાને પાત્ર બનશે. ઓનલાઇન અરજી કરવા અંતિમ તારીખ ૩૧/૧ર/ર૦ર૦ છે. ધોરણ ૧૧ તથા ૧ર નાએ વિદ્યાર્થીઓ કે જેઓની પારિવારિક વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓને SAT(સેટ) પરીક્ષા ફીમાં પ૦ થી ૯૦ ટકા સુધીની છૂટ મળશે. સારો રેન્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ કે જેઓના પરિવારની વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી છે તેઓને ગ્લોબલ હાયર એજયુકેશન એલાઉન્સ ઇન્સ્ટીટયુશન્સમાંથી ગ્રેજયુએશન ડીગ્રી પ્રોગ્રામ માટે પૂર્ણ શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/CBI2

ઉચ્ચર શૈક્ષણિક ડીગ્રી સાથે ઉજ્જવળ કારકિર્દિ બનાવવાની તક સામે આવી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી સ્કોલરશીપ માટે અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે સૌને બેસ્ટ ઓફ લક.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(11:48 am IST)