Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જન્મદિને જ લેઉવા પટેલ વેવિશાળ પસંદગી કેન્દ્ર પ્રારંભ કરતા ગોરધનભાઇ લંબાસિયા

રાજકોટ તા. ૭ : લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠી, ભાજપના પૂર્વ વોર્ડ ઉપપ્રુખ ગોરધનભાઇ લીંબાસિયાએ આજે ૭ સપ્ટેમ્બરે પોતાના જન્મદિને લેઉવા પટેલ સમાજ વેવિશાળ પસંદગી કેન્દ્રનો શુભારંભ કર્યો છે.

શ્રી ગોરધનભાઇ હીરાભાઇ લંબાસિયાને જીવન ઉપયોગી પ્રવૃતિતઓ શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે. તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી હિરાભાઇ જાદવભાઇ લીંબાસિયાની પ-મી પૂણ્યતિથિએ તથા તેમના પોતાના જીવન સફરના પ૮-માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તા.૭/૯ ના રોજ સમાજ ઉપયોગી વેવિશાળ કેન્દ્ર મવડી પ્લોટ ચોકડી વિસ્તારમાં શરૂ કરી રહ્યા છે.

શ્રી લેઉવા પટેલ સમાજ વેવિશાળ કેન્દ્ર નામની આ સંસ્થા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરશે ખાસ કરીને અત્યારે સમાજ માટે દીકરા-દીકરની સગાઇ બાબતનો પ્રશ્ન છે જેમાં દેશ-વિદેશ તેમજ ગુજરાત રાજયમાં વસ્તા ઉચ્ચ અભ્યાસ ધરાવતા મોટી ઉંમર તેમજ રીમેરેજ યુવક-યુવતી માટે સમાજમાં યોગ્ય પાત્ર મળે તે અનુસંઘાને અમો આ કેન્દ્ર વિના મુલ્યે માર્ગદર્શન આપી મદદરૂપ થશે. સગાઇ-વેવિશાળ લગ્નમાં થતા ખોટા ખર્ચ ન થાય તે માટે સૌને જાગૃત કરવાની ઝૂંબેશ ચલાવશે જેમકે સમુહ લગ્નના થતા આયોજન અંગે સમાજને માહિતગાર કરવા તથા આર્યસમાજ વિધીથી થતા લગ્ન અંગે તેમજ વિધવા આર્થિક સહાય તથા ઉચ્ચ અભ્યાસ અંગે માર્ગદર્શન તેમજ યુવાનોને કુસંગથી થયેલા વ્યસનની બરબાદીમાંથી મુકત કરવા તેમજ વ્યસન મુકિત અભિયાન ચલાવવા અંગે વિના મુલ્યે માર્ગદર્શન આપવું. તો અમારા આ શુભ કાર્યમાં વધુને વધુ પરિવાર જોડાય તે માટે પ્રયત્ન કરેશે.

કેન્દ્રનું સરનામું ''જયકો''૯-લાભદીપ સોસાયટી, મવડી પ્લોટ ચોકડી પાસે, રાજકોટ-૪ ગોધરનભાઇ એચ.લીંબાસીયા-મો.૯૯રપ૧ ૬૪૦૬૬ નોંધઃ- જરૂરીયાતવાળા દર શનિવાર-રવિવાર તથા બુધવારે સવારે ૯ થી ૧ર અરજદાર-વાલી સાથે ફોટા-બાયોડેટા સાથે સંપર્ક કરી શકે છે.

(3:10 pm IST)