Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સોરઠીયા પ્લોટમાં દિનેશ મકવાણાની ઓરડીમાં જુગાર રમતા સાત પકડાયા

ધર્મેશ, દીપક, સરફરાઝ, હરીશ, રવિ, મયુર અને હિરેનની ધરપકડ

રાજકોટ,તા. ૭: રામનાથ પરા મેઇન રોડ પર સોરઠીયા પ્લોટમાં દિનેશ મકવાણાની ઓરડીમાં ચાલતા જુગારધામ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સો પકડી લીધા હતા.

 

મળતી વિગત મુજબ રામનાથપરા મેઇન રોડ પર આવેલ સોરઠીયા પ્લોટમાં એક ઓરડીમાં જુગારધામ ચાલતુ હોવાની એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. વી.ડી. ઝાલા, જગદીશભાઇ વાંક, અને મૌલીકભાઇ સાવલીયાને મળેલી બાતમીના આધારે સોરઠીયા પ્લોટમાં દિનેશ મકવાણાની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા નવી ધાંચીવાડ શેરી નં.૩ના દીપક વશરામભાઇ પરમાર, નવયુગ શેરી નં.૫ના સરફરાઝ મજીદભાઇ તાઇ, હરીશ નારણભાઇ ચાંડ્યા, કોઠારિયા રોડ મહાત્માગાંધી સોસાયટીના રવિ મુળજીભાઇ મકવાણા, સોરઠીયા પ્લોટના મયુર કાંતીભાઇ ચૌહાણ, નવીધાંચીવાડના ધર્મેશ ભનુભાઇ પરમાર અને સોરઠીયા પ્લોટ-૪ના હિરેન દીનુભાઇ સાગઠીયાને પકડી લઇ રૂ. ૬૨,૯૨૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:20 pm IST)