Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

હરબટીયાળીના શિક્ષિકા ગીતાબેન સાંચલા (ટંકારીયા) નું શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન

રાજકોટ તા. ૭ : શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કરાયા તેમાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના પ્રાથમિક શિક્ષક ગીતાબેન એમ. ચાંચલા (ટંકારીયા)ને મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે શીલ્ડ આપી સન્માનીત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગીતાબેન છેલ્લા ૩ વર્ષથી હરબટીયાળીમાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. ધો.૧ અને ૨ ના બાળકોને ભણાવવા તેમણે આકર્ષક પ્રશિક્ષણ વર્ગ બનાવ્યો હતો. ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી રમતોનું નિર્માણ કર્યુ હતુ. ઇનેવેશન ફેર અને ખેલમહાકુંભમાં પણ વિદ્યાર્થીઓને ભાગ લેતા કર્યા હતા. બાળકોમાં વિકાસલક્ષી મુલ્યોનું સિંચન થાય તેવા હેતુથી 'મહાકાલ' અને 'કુમકુમ' ગ્રુપ બનાવી   વૃક્ષારોપણ, વડીલવંદના, ગૌ માતાને ઘાસચારો, વ્યસનમુકિત જેવા કાર્યક્રમો આપ્યા. ઓનાલાઇન શિક્ષણમાં પણ અગ્રેસર ભુમિકા ભજવી. તેમના પ્રયાસોથી બનેલ એક શોર્ટ ફિલ્મે પણ સારી ચાહના મેળવી હતી. હાલમાં જ મોરબી ભારત વિકાસ પરિષદ યોજીત એકલ ગાન સ્પર્ધામાં ઓપન કેટેગરીમાં ગીતાબેને ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ. તેઓ મુળ તો સરપદડ ગામના વતની છે. પિતા મનસુખભાઇ સાંચલા આદર્શ શિક્ષક હોય કેળવણીનું જ્ઞાન ગળથુથીમાં જ મળ્યુ. ત્યારે શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષક તરીકે યથાર્થ બહુમાન મેળવતા ગીતાબેનને ટી.પી.ઓ. જીજ્ઞાબેન, પ્રમુખ છાયાબેન, શૈલેષભાઇ સાણજા, બી.આર.સી. કોર્ડીનેટર કલ્પેશભાઇ ફેફર, શાળા આચાર્ય મગનભાઇ ઉજરીયા, મહામંત્રી વિરમભાઇ દેસાઇ, કૌશિકભાઇ ઢેઢી, વિનોદભાઇ સુરાણી, ભરતભાઇ રાજકોટીયા, પરેશભાઇ નમેરા વગેરેએ શુભેચ્છા પાઠવી છે.

(3:22 pm IST)
  • દેશમાં કોરોનાના હાહાકાર મચાવતા નવા રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા : એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થવાનો પણ રેકોર્ડ : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના નવા 90.594 કેસ વધ્યા : કુલ કેસની સંખ્યા 41,10,833 થયા : હાલમાં 8,61,859 એક્ટીવ કેસ : વધુ 73,155 દર્દીઓ સાજા થતા કુલ 31,77,667 રિકવર થયા : વધુ 1043 લોકોના મોત સાથે મૃત્યુઆંક 70,678 થયો: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં વિક્રમી 20.800 કેસ નોંધાયા access_time 12:39 am IST

  • આઇટી ફર્મ હેપિએસ્ટ માઇન્ડસ ટેકનોલોજીના IPOને પ્રચંડ પ્રતિસાદ : થોડા જ કલાકોમાં ભરાઇ ગયો : આઇટી ફર્મ હેપિએસ્ટ માઇન્ડસ ટેકનો.ના IPO માટે ઇન્વેસ્ટરો ઉમટી પડયાઃ જોરદાર રીસ્પોન્સઃ થોડા જ કલાકોમાં ઇસ્યુ ભરાઇ ગયોઃ પ્રાઇસ બેન્ડ ૧૬પ-૧૬૬ છેઃ ૯૦ શેર માટે અરજીઃ ૧૪૮પ૦ રોકવા પડે access_time 3:56 pm IST

  • દુબઈથી માતોશ્રીમા આવ્યા ધમકી ભર્યા ફોન : માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી : માતોશ્રીની સુરક્ષા વધારાઈ : દાઉદ ગેંગ દ્રારા ફોન કરાયાની આશંકા : પોલીસ સતર્ક બની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હાલ ઘરેથી કામ કરી રહ્યા છે. access_time 5:44 pm IST