Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં રાત-દિવસ સેવા કરતો મેડિકલ સ્ટાફ : પારિવારિક ભાવના સાથે લોક સારવારનું કેન્દ્ર

ઘર પરિવારથી દુર કોરોના કેર સેન્ટરને જ ઘર બનાવી કોરોના સંક્રમિતોની સારવાર કરી રહેલી ટીમની કાબીલેદાદ કામગીરી : કિશોરભાઇ કુબાવત સહિત છ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સમરસ હોસ્ટલમા હતાં: સ્વસ્થ થઇ ઘરે પહોંચ્યા

રાજકોટ તા.૭:  કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે રાજકોટ શહેરમાંઙ્ગસમરસઙ્ગહોસ્ટેલ ખાતે તૈયાર કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં કાર્યરત મેડીકલ સ્ટાફ રાત-દિવસ જોયા વગર કામગીરી બજાવી રહ્યો છે. ઘર પરિવારથી દુર કોરોના કેર સેન્ટરને જ ઘર બનાવી કોરોના સંક્રમિતોની સારવાર કરી રહેલ મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફની કામગીરી સંવેદનશીલ છે.ઙ્ગ

અહીંયા દર્દીઓને અપાતી સારવાર અંગે કિશોરભાઈ કુબાવત જણાાવે છે કે,ઙ્ગઆરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો હતો. ઘરના ૬ વ્યકિતઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા અહીંયા સમરસમાં દાખલ થયા હતા. મારા પૌત્રને ઘરે કવોરેન્ટાઈન કર્યો હતો. અમે સમરસમાં ચાર દિવસ રોકાયા હતા. જેમાં અમને ખુબ સારી સુવિધા આપવામાં આવી છે.

આ તકે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. ધારા વાસઝાડીયા જણાવે છે કે,ઙ્ગસિવિલ હોસ્પિટલમાંથી રિફર થતા અને આરોગ્ય કેન્દ્રમાંથી રીફર થતા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવે છે. ઓકિસજનનું પ્રમાણ અને શરીરનું તાપમાન ચેક કરીને પછી જરૂરીયાત મુજબની સારવાર અને દવાઓ સમયસર આપવામાં આવે છે. દર્દીમાં જયારથી કોરોનાના લક્ષણો દેખાય ત્યારથી ૧૦ દિવસ માટે સમરસમાં રાખવામાં આવે છે. અહીં ભોજન, નાસ્તો, ઉકાળો સહિતની તમામ વ્યવસ્થા આપવામાં આવે છે. તેમજ અહીંથી સાજા થયેલા વ્યકિતને જરૂર જણાય તો ૭ દિવસ માટે હોમ કવોરેન્ટાઈન કરવામાં આવે છે. કોરોના કેર સેન્ટરના ફરજનિષ્ઠ કર્મયોગીઓ અને આરોગ્ય કર્મીઓની સાથે સારવાર લઈ પોતાના પરિવારજનો પાસે પરત ગયેલા લોકો માટે આ સમય એ સાચા અર્થમાં યુગધર્મના ગ્રંથ સમાન બની રહેશે.

(3:23 pm IST)