Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોરોના કાળમાં વાહનોનું વેચાણ ઘટી ગયું: વેરા આવકમાં ૩ કરોડનું ગાબડુ

ર૦૧૯માં ર૧ હજાર વાહનો વેંચાયા અને ર૦ર૦માં સપ્ટેમ્બર સુધિમાં માત્ર ૭૦૦૦ હજાર જ વેંચાયાઃ વાહનોના ક્ષેત્રમાં જબ્બર મંદી આવી

રાજકોટ તા. ૭ :.. હાલમાં કોરોના કાળને કારણે દરેક ક્ષેત્રમાં મંદિનો માર પડી રહ્યો છે. ત્યારે વાહન વેંચાણમાં પણ જબ્બરો ઘટાડો જોવા મળતાં. મ.ન.પા.ને વાહન વેરાની આવકમાં આ વર્ષે ૩ કરોડનું ગાબડુ જોવા મળ્યું છે.

ર૦ર૦ માં આજ સુધી વેંચાયેલ વાહનો

આ અંગે મ.ન.પા.નાં વેરા વિભાગે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ આ વર્ષે ર૦ર૦માં ૧ એપ્રિલથી ૭ સપ્ટેમ્બર સુધીમાં એટલે કે આજ દિન સુધીમાં પ૪૧૩ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ૭ર,૧પ૭૦ ફોર વ્હીલર અને ૬ નંગ ૬ વ્હીલર મળી કુલ ૭૦૭૦ જેટલાં વાહનો વેંચાયેલ જેનાં વાહન વેરાની કુલ આવક- ર કરોડ જેટલી થયેલ.

ર૦૧૯ માં વેચાયેલ વાહનો

જયારે તેની સરખામણીએ ગત વર્ષ ર૦૧૯ માં ૧૬,૮પ૪ ટુ-વ્હીલર, ૯પપ થ્રી વ્હીલર અને ૩૩૯૩ ફોર વ્હીલર તથા પર ૬ વ્હીલર ટ્રક અને ૧૦ અન્ય પ્રકારનાં વાહનો મળી કુલ ર૧ હજાર જેટલાં વાહનો વેંચાયેલ જેનો વાહન વેરાની કુલ આવક પ કરોડ જેટલી થઇ હતી.

આમ ગત વર્ષ કરતાં આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ વાહન વેરાની આવકમાં ૩ કરોડનું દેખીતુ ગાબડુ પડયું છે. 

વાહન  વેરા

આવકની

સરખામણી

વર્ષ

વાહન

આવક

ર૦૧૯

ર૧,૦૮૦

પ,૭૮,૧૦,૮૯૯

ર૦ર૦

૭૦૭૦

ર,૭૯,૯૦,૮૭૧

(3:52 pm IST)