Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ઉદિત અગ્રવાલનું ઓચિંતુ ચેકીંગ : ગંદકી દુર કરવા આદેશો

યાજ્ઞિક રોડ પર બાંધકામ મટીરીયલ રોડ પરથી દુર કરવા, વોર્ડમાં પાણી ભરાતા હોય તેનો નિકાલ કરવા, કચરાપેટી સમયસર ખાલી કરવા સહિતની કામગીરી કરાવી

રાજકોટ તા. ૭ : શહેરમાં કોરોના સંક્રમણને પ્રસરતો રોકવાની વિવિધ કામગીરીની સાથોસાથ અન્ય કામો અંગે જુદા જુદા વિસ્તારોમાં મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી ગંદકી દુર કરવા, પાણી ભરાવા સહિતની બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ કર્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટી રોડ પર બે વ્યકિતઓ માસ્ક વિના નજરે આવતા દંડ વસુલ્યો હતો.

હાલ રાજકોટ શહેરમાં કોરોના વાઇરસના ચેપને પ્રસરતો રોકવા રાજકોટ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને ફિલ્ડમાં કામગીરી સોંપવામાં આવી છે. સૌ સાથે મળીને કોરોનાનો મુકાબલો કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ તંત્રની અન્ય કામગીરી પણ થતી રહે તેની ઉપર પણ ભાર મુકી રહયા છે અને તે અનુસંધાને તેઓ વખતોવખત શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લ્યે છે અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના પણ આપે છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જુદીજુદી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાનઙ્ગતમામ વોર્ડના સાઇન બોર્ડનું જરૂરીયાત મુજબ નવિનીકરણ કરવા, ડો યાજ્ઞિક રોડ,ઙ્ગશેલ પેટ્રોલ પંપની બાજુમાં બાંધકામ ચાલુ છે તેનું કન્સ્ટ્રકશન મટીરીયલ રોડ પર છે તે દુર કરાવવા તથા કચરો દુર કરવા, તમામ વોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર તેમના કાર્યક્ષેત્રનાં વોર્ડમાં પાણી ભરાતા હોય તોઙ્ગતેનો નિકાલ કરવા, કલ્યાણ શો રૂમની બાજુમાં બાંધકામ ચાલુ છે તેનું કન્સ્ટ્રકશન મટીરીયલ રોડ તથા કચરો દુર કરવા, તમામ લીટરબીન સવારે સમયસર ખાલી કરવા તથા જરૂરીયાત મુજબ રીપેરીંગ કરાવવા, કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદીર સામે વોડાફોનનું બોર્ડ નમી ગયેલ છે તેને દુર કરવા, કાલાવડ રોડ,ઙ્ગજલારામ પેટ્રોલ પંપ પાસે ગંદકી દૂર કરવા, યુનિ. રોડ,ઙ્ગડો રવિ મૃગના દવાખાનાની બાજુમાં કચરાના ઢગલા દુર કરવાની, કાલાવડ રોડઙ્ગઅને યુનિ. રોડઙ્ગપર લાંબા સમયથી પડેલા જુના વાહનો દૂર કરવા વિગેરે સંબધિત અધિકારીને સુચના આપવામાં આવી હતી.

વધુમાં યુનિ. રોડ પર મોમાઇ પાન અને ડીલકસ પાન પાસેથી બે વ્યકિત માસ્ક વિના નજરે આવતા માસ્ક પેનલ્ટી વસૂલ કરેલ હતી.

(3:53 pm IST)